મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભગવો લહેરાતા ધોરાજીમાં ઉજાણી, ભાજપ કાર્યાલયે ભવ્ય ઉજવણી

  • December 03, 2023 06:40 PM 


મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને બહુમતી મળી છે. આ સાથે જ તેલંગાણામાં કોંગ્રેસની જીત થઇ છે. આ પરિણામોથી ભાજપ ઉત્સાહિત છે. દેશભરના ભાજપ કાર્યાલયમાં ઉજવણી થઇ રહી છે, ત્યારે રાજકોટ જીલ્લાના ધોરાજીમા ભાજપ કાર્યલયે પણ ઉજાણીનો માહોલ જોવા મળી રહ્યો છે, કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ પણ ખવડાવી છે.


​​​​​​​રાજસ્થાનમાં ભાજપને 115 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસ 70 સુધી સીમિત દેખાઈ રહી છે. જ્યારે છત્તીસગઢમાં પણ ભાજપે મોટી જીત નોંધાવી છે. તેલંગાણામાં કોંગ્રેસને સફળતા મળી છે. અહીં કોંગ્રેસને 64 બેઠકો મળી, જ્યારે BRSને માત્ર 39 સીટ મળી છે. અહીં ભાજપને માત્ર 8 બેઠકો મળી છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application