બાળકોમાં ભારતીય સંસ્કૃતિનો સંચાર, અષાઢી બીજનું મહત્વ સમજાવાયું

  • June 21, 2023 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાળકોમાં ભારતીય સંસ્કૃતિનો સંચાર, અષાઢી બીજનું મહત્વ સમજાવાયું

આજની પેઢીના બાળકોમાં મોબાઇલની લત લાગી ચૂકી છે. જેની અસર તેમના સામાજીક જીવન પર વર્તાઇ રહી છે. બાળકો શેરી કે ફળિયામાં પરંપરાગત રમત રમવાને બદલે ઘરની ચાર દિવાલોમાં મોબાઇલ લઇને જ બેસી રહે છે. તો આપણી હિન્દુ સંસ્કૃતિના નાના-મોટા તહેવારોથી પણ હવે અજાણ થઇ રહ્યાં છે. ત્યારે તહેવારોનું શું મહત્વ છે, તેની પાછળ રહેલા વૈજ્ઞાનિક મહત્વને સમજાવવા માટે જામનગરની સમાજ સેવિકા મધુબેન ડોડિયાએ જામનગરમાં રાજપાર્ક સોસાયટીમાં એક નવતર પ્રયોગ કર્યો હતો. હાલમાં જ અષાઢી બીજના પાવન અવસર પર ભૂલકાઓને બોલાવીને તેઓને અષાઢી બીજનું મહત્વ સમજાવ્યું હતું. અષાઢી બીજનું મહત્વ સમજીને ભૂલકાઓ પ્રફુલ્લિત થઇ ગયા હતા. આ કાર્યક્રમ બાદ બાળકોને સ્વાદિષ્ઠ નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application