લોધીકાની લીમડા શેરીમાં ગટરના ઉભરાતા પાણીથી જન આરોગ્ય પર અસર: યોગ્ય કરવા રજૂઆત

  • March 09, 2023 06:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોધીકા તા.૯ ગામની લીમડા શેરીમાં ગટરના પાણીની સમસ્યાને લઇ શેરીમાં ગંદુ પાણી વહે છે જેને પરિણામ જન આરોગ્ય પર અસર થાય છે આ અંગે લત્તાવાસી એ રાજકોટ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી યોગ્ય કરવા માંગણી કરેલ છે.
​​​​​​​
જિલ્લા કલેક્ટર ને સ્થાનિક અશોકભાઈ વસોયાએ કરેલ રજૂઆત મુજબ પાણી વિતરણ વ્યવસ્થા પ્રમાણે જ્યારે નળ દ્વારા પાણી આપવામાં આવે છે ત્યારે ઉપરવાસની આજુબાજુની શેરીનું પાણી નળ ધારકોના વેડફાટ ને પરિણામે જે ગંદુ પાણી લીમડા વાડી  શેરીમાં આવે છે જેથી આ શેરીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે આ પ્રશ્ન સ્થાનિકોને છેલ્લા દસ વર્ષથી કનેડે છે સ્થાનિક તંત્રને આ બાબત અવારનવાર રજૂઆત કરવામાં આવે છે જો કે તંત્ર દ્વારા પાણીનો વેડફાટ અટકાવવા જવાબદારોને સમજાવવા છતાં પ્રશ્નનો ઉકેલ આવેલ નથી ઘણી વખત શેરીમાં પાણી આવે ત્યારે સંડાસના ભૂંગળા માંથી સિધુ પાણી લીમડા વાળી શેરીમાં પ્રવેશે છે જેથી ગંદકી ફેલાય છે અને મચ્છરોનો ત્રાસ શરૂ થાય છે અને જન આરોગ્ય પર અસર થાય છે આ અંગે લોધીકા તાલુકા પંચાયત રાજકોટ જિલ્લા પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અનેક રજૂઆત કરવા છતાં આ પ્રશ્નોનો ઉકેલ આવેલ નથી ત્યારે વહેલી તકે પ્રશ્નનો નિકાલ કરવા રાજકોટ જીલ્લા કલેક્ટર ને રજૂઆત થયેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application