"મારા પર પણ કેસ કરવો હોય તો કરી દો, પણ હું કહીશ કે આપણા વડાપ્રધાન કાયર છે" : પ્રિયંકા ગાંધી

  • March 26, 2023 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે (26 માર્ચ) કોંગ્રેસ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવા પર દેશભરમાં વિરોધ કરી રહી છે. ખાસ કરીને દિલ્હીમાં મોટા પાયે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. પાર્ટીના મોટા નેતાઓ અને કાર્યકરો સવારે 10 વાગ્યાથી તમામ રાજ્યોમાં જિલ્લા અને બ્લોક સ્તરે મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે પ્રદર્શન કરી રહ્યા છે.
​​​​​​​

વિરોધ સત્યાગ્રહ દરમિયાન પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું કે આજ સુધી અમે ચૂપ રહ્યા, તમે અમારા પરિવારનું અપમાન કરતા રહ્યા. મારા ભાઈએ કહ્યું - હું તમને નફરત કરતો નથી. અમારી વિચારધારા અલગ છે. મારે પૂછવું છે કે તમે એક માણસનું કેટલું અપમાન કરશો. તેમણે કહ્યું કે મારી સામે કેસ કરો પરંતુ સત્ય એ છે કે આ દેશના વડાપ્રધાન કાયર છે.

જોકે દિલ્હી પોલીસે અહીં કલમ 144 લગાવી દીધી છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ અહીં પહોંચી રહ્યા છે. કાર્યક્રમ સાંજે 5 કલાકે સમાપ્ત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application