ભારતને હરાવી ન શક્યા તો હવે પાકિસ્તાનના BCCI અને ICC પર આક્ષેપ

  • October 15, 2023 06:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાઇકલે અમદાવાદમાં રમાયેલી મેચમાં ભારતની પાકિસ્તાન સએ શાનદાર જીત થઈ છે, અને ચોક્કસપણે પાકિસ્તાન મેચ હારી ગયું. આ બાદ પણ જે તસવીરો સામે આવી તેમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ પણ એકબીજા સાથે સારી વર્તન કરતા જોવા મળ્યા હતા.


 પાકિસ્તાની ટીમના ડિરેક્ટર મિકી આર્થરના નિવેદને સૌ કોઈને ચોકવ્યા છે, જેમાં તેણે મેચ હાર્યા બાદ માત્ર BCCI જ નહીં પરંતુ ICCને પણ આડે હાથ લીધી છે.


 એક રીતે મિકી આર્થરે ભારતીય ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ગવર્નિંગ બોડી પર આરોપ લગાવ્યો છે. હારથી પરેશાન પાકિસ્તાનના આર્થરે, ICC, BCCI પર કહ્યું કે અમદાવાદનું વાતાવરણ જોઈને એવું નથી લાગતું કે આ કોઈ આઈસીસી ઈવેન્ટ છે. બીસીસીઆઈની આ ઈવેન્ટ દ્વિપક્ષીય શ્રેણી જેવી લાગતી હતી. અમને સ્ટેડિયમમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું થીમ સોંગ ‘દિલ-દિલ પાકિસ્તાન’ સાંભળવા પણ ન મળ્યું. તેણે કહ્યું કે આ તમામ કારનોએ મેચમાં મોટી ભૂમિકા ભજવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application