જૂનાગઢ એસટી કર્મચારીઓના પ્રશ્ર્નો ન ઉકેલાય તો તા.બીજી નવેમ્બરે માસ સીએલ

  • October 26, 2023 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ ન થતા કર્મચારીઓએ મોતીબાગ વિભાગીય કચેરી પાસે કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી ઉગ્ર સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.માગણીઓનો સ્વીકાર નહીં થાય તો ૨ નવેમ્બરે મધરાતથી એસટી કર્મચારીઓ સામૂહિક માસ સીએલ પર જવા ચીમકી આપી હતી.
​​​​​​​
એસટી નિગમના કર્મચારીઓ દ્વારા  પગાર વધારો, કર્મચારીઓને કાયમી કરવા, ગ્રેચયુટી દર, મોંઘવારી ભથ્થાની રકમ આજ સુધી ચુકવાઇ નથી,વર્ગ-૪ના કર્મચારીઓને એપ્લમેન્ટ કરાર મુજબ  બોનસ  ચુકવણી, ૭મા પગારપંચના એરીયર્સ હપ્તાની ચુકવણી, ચડત રજાનુ રોકડમાં રૂપાંતર કરવા, ૭મા પગારપંચમાં કંડક્ટરના પગાર ધોરણમાં વિસંગતતા દૂર કરવી, ત્રીપલ સી કોમ્પ્યુટર પરીક્ષા માંથી કર્મચારીઓને મુક્તિ સહિતના વિવિધ ૧૮ પડતર પ્રશ્નો મુદ્દે અવારનવાર લેખિત-મૌખિક રજૂઆતો પત્રો દ્વારા  રજૂઆત કરવા છતાં કોઇ નિરાકરણ ન આવતા કર્મચારીઓમાં નારાજગી વ્યાપી છે. જેને લઇ  ગઈકાલે મોતીબાગ એસટી વિભાગીય કચેરી પાસે કર્મચારીઓએ ઉગ્ર સૂત્રોચાર કરી પડતર પ્રશ્નોનો નિકાલ લાવવા માંગ કરી હતી. ૧ નવેમ્બર સુધી  કર્મચારીઓ કાળી પટ્ટી પહેરી પહેરી માંગ સ્વીકારવા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. કર્મચારીઓ દ્વારા કરાયેલ વિરોધ પ્રદર્શનમાં આગામી એક સપ્તાહમાં  કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો ૨ નવેમ્બરના મધરાત્રીથી માસ સી એલ પર જઈ એસટીના પૈડા થંભાવી  દેવાની  ચીમકી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application