રાહુલ ગાંધીને સજા થતા UPની અમેઠી સીટ પરથી ચુંટણી લડશે કોણ ?

  • April 13, 2023 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતની નીચલી અદાલતે રાહુલ ગાંધીને “મોદી અટક” પર ટીપ્પણી કરવા બદલ 2 વર્ષની સજા ફટકારી છે. જે બાદ તેમને વાયનાડ લોકસભા સીટ પરથી સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.તેમની સીટ રદ કરવામાં આવી હતી.આ સાથે જ તેમને આગામી વર્ષની લોકસભાની ચૂંટણીમાં લડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


આ ઉપરાંત પટના કોર્ટે પણ રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર થવાનો આદેશ કર્યો છે.હવે સવાલએ ઉદ્ભવે છે કે UPની અમેઠી સીટ પરથી ચુંટણી રાહુલ ગાંધી નહિ તો લડશે કોણ..? અમેઠી અને રાયબરેલી દેશ અને દુનિયામાં કોંગ્રેસ માટે અભેદ્ય કિલ્લા સમાન છે. અમેઠી લગભગ 40 વર્ષથી ગાંધી-નેહરુ પરિવારનો ગઢ રહ્યો છે.અમેઠી ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકોમાંથી એક છે. આ બેઠક નેહરુ-ગાંધી પરિવારનો ગઢ પણ કહેવાય છે. અત્યાર સુધી અહીં મોટાભાગે કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે.આ બેઠક પરથી સંજય ગાંધી, રાજીવ ગાંધીથી લઈને સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ લોકસભા ચૂંટણી જીતતા રહ્યા.આથી આ વખતે પણ આ બેઠક પરથી ચુંટણી જીતવા રાહુલ ગાંધી કોને ઉમેદવાર તરીકે ચૂંટશે તે સવાલ રહ્યો છે.


ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં પ્રિયંકા ગાંધીનું નામ આગળ આવે. અમેઠી લોકસભા સીટ પર પ્રિયંકા ગાંધી દરેકની પહેલી પસંદ હશે. તેનું સૌથી મોટું કારણ એ છે કે પ્રિયંકા ગાંધી પરિવારમાંથી જ છે. ગાંધી-નહેરુના ગઢ એવા અમેઠીમાં ગાંધી પરિવારના સભ્ય સિવાય અન્ય કોઈને પણ આટલી હૂંફ અને સમર્થન નહીં મળે.


પ્રિયંકાને મેદાનમાં ઉતારવાનું બીજું કારણ એ હશે કે અમેઠી તેના માટે નવી જગ્યા નથી. અમેઠીના લોકોમાં પોતાનો દબદબો બનાવવા માટે તેમને ઘણા પ્રયત્નો કરવા પડશે. પ્રિયંકાએ કોંગ્રેસના યુપી પ્રભારી બનતા પહેલા વર્ષ 2019માં રાયબરેલી અને અમેઠી લોકસભા બેઠકો માટે પ્રચાર કર્યો હતો.ઉત્તર પ્રદેશના એક સ્થાનિક કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે, "કોંગ્રેસના ઘણા કાર્યકરો આ સીટ પર પ્રિયંકા ગાંધી અને સ્મૃતિ ઈરાનીને મેદાનમાં જોવા માટે ઉત્સુક છે."


આ ઉપરાંત વરુણ ગાંધી, દીપક સિંહનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. વરુણ ગાંધીની રાજકીય સફર વર્ષ 1999માં શરૂ થઈ હતી, જ્યારે તેમણે લોકસભા ચૂંટણીમાં તેમની માતા મેનકા ગાંધી માટે પ્રચાર કર્યો હતો. ગાંધી પરિવાર પણ દીપક સિંહ પર સંપૂર્ણ વિશ્વાસ કરે છે. જોકે, જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે દીપક સિંહે સ્પષ્ટ કહ્યું હતું કે ગાંધી પરિવાર સિવાય અમેઠીમાં અન્ય કોઈ ચહેરો ચૂંટણી લડશે નહીં. દીપક સિંહે કહ્યું હતું કે, 'અમેઠી ગાંધી પરિવારના ઘર જેવું છે અને અહીંના લોકો રાહુલજીની આતુરતાથી રાહ જોશે. રાહુલ ગાંધી જ્યારે વાયનાડના સાંસદ હતા ત્યારે પણ અમેઠી સાથે એક પરિવારની જેમ ઉભા હતા.”



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application