T20 વર્લ્ડ કપ પર આતંકવાદી હુમલા સાથે જોડાયેલા સમાચારે આયોજકોને ચિંતામાં મૂકી દીધા છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ (CWI) એ સુરક્ષાને લઈને કડક પગલાં લેવાની વાત કરી છે. અહેવાલો સામે આવ્યા છે કે T20 વર્લ્ડ કપ દરમિયાન આતંકવાદી હુમલો થઈ શકે છે. આ હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં ઘડવામાં આવી રહ્યું છે. તેને જોતા ICC અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ સંપૂર્ણપણે એલર્ટ થઈ ગયું છે.
અહેવાલ મુજબ ટી20 વર્લ્ડ કપના કો-હોસ્ટને ઉત્તર પાકિસ્તાન તરફથી આતંકવાદી હુમલાની ધમકી મળી છે. ઈસ્લામિક આતંકવાદી સંગઠન આઈએસના મીડિયા સૂત્રોએ રમતગમતના કાર્યક્રમોમાં લોકોને હિંસા ફેલાવવા માટે ઉશ્કેરવાના ઉદ્દેશ્ય સાથે એક અભિયાન શરૂ કર્યું છે. આઈએસની અફઘાનિસ્તાન શાખા આઈએસ ખોરાસાન (આઈએસ-કે) એ આને લગતા કેટલાક વીડિયો મેસેજ પણ જાહેર કર્યા છે. આ વીડિયો સંદેશમાં ઘણા દેશોમાં મુસ્લિમો પર થઈ રહેલા હુમલાનો મુદ્દો ઉઠાવતા તેણે પોતાના સમર્થકોને અપીલ કરી છે કે તેઓ તેમના દેશોમાં આ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ સામે યુદ્ધ કરે.
T20 વર્લ્ડ કપ 2 જૂનથી 29 જૂનની વચ્ચે યોજાવા જઈ રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ આ ટુર્નામેન્ટના યજમાન છે. વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ સંસ્થા ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે કહ્યું છે કે અમે અમારી ઈવેન્ટ સંબંધિત કોઈપણ ખતરાનો સામનો કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમે યજમાન દેશો અને શહેરોના અધિકારીઓનો સંપર્ક કર્યો છે. પરિસ્થિતિ પર સતત નજર રાખે છે. કોઈપણ ખતરાનો સામનો કરવા માટે અમારી પાસે યોગ્ય યોજના છે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
T20 વર્લ્ડ કપની મેચો કેરેબિયન ટાપુઓ બાર્બાડોસ, ગયાના, એન્ટિગુઆ અને બાર્બુડા, સેન્ટ વિન્સેન્ટ, સેન્ટ લુસિયા અને ગ્રેનેડીન્સ અને ત્રિનિદાદ અને ટોબેગો પર યોજાવાની છે. ભારત અને અમેરિકા સહિત ઘણા દેશોએ T20 વર્લ્ડ કપ મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટમાં વિશ્વના લગભગ 20 દેશોની ટીમો રમશે. T20 વર્લ્ડ કપમાં ભારતનો કેપ્ટન રોહિત શર્મા હશે, જ્યારે હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટનની જવાબદારી નિભાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદઃ સારંગપુર-કાલુપુર ઓવરબ્રિજ ફોરલેનનો કરવા માટે ગુજરાત સરકાર રેલવેને રૂપિયા 220 કરોડ ફાળવશે
January 19, 2025 07:16 PMમહાકુંભની આગ આવી કાબુમાં, 250 તંબૂઓ થયા ભસ્મ, સિલિન્ડર બ્લાસ્ટ હતું કારણ
January 19, 2025 07:10 PMશપથ ગ્રહણ સમારોહ પહેલા મુકેશ અને નીતા અંબાણી ટ્રમ્પને મળ્યા, રાત્રિ ભોજનમાં દેખાયો ભારતીયોનો જલવો
January 19, 2025 07:08 PMજુઓ પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત કઈ રીતે ઉજવાયો ચોપાટીનો બર્થ ડે
January 19, 2025 05:55 PMરાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો
January 19, 2025 05:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech