મહાકુંભની આગ આવી કાબુમાં, 250 તંબૂઓ થયા ભસ્મ, સિલિન્ડર બ્લાસ્ટ હતું કારણ

  • January 19, 2025 07:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મેળાના સેક્ટર 19માં એક શિબિરમાં આગ ફાટી નીકળી હતી જે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.


પ્રાપ્ત માહિતી અનુસાર આ આગ સિલિન્ડર બ્લાસ્ટને કારણે લાગી હતી. આ બ્લાસ્ટની અસરથી આસપાસના તંબૂઓમાં આગ ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે.


આ આગમાં ગોરખપુરના અખિલ ભારતીય ધાર્મિક સંઘ ગીતા પ્રેસનો કેમ્પ સૌથી વધુ પ્રભાવિત થયો છે. કેમ્પમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. સેંકડો તંબૂઓ પણ આગની ઝપટમાં આવી ગયા છે. આ આગ એટલી વિકરાળ હતી કે આખા વિસ્તારમાં ધૂમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.


પ્રયાગરાજના એડીજી ભાનુ ભાસ્કરે જણાવ્યું કે, મહા કુંભ મેળાના સેક્ટર 19માં બે-ત્રણ સિલિન્ડર ફાટ્યા, જેના કારણે શિબિરોમાં ભારે આગ લાગી હતી. આગને કાબૂમાં લેવામાં આવી છે.


250 તંબૂઓ સળગીને ખાખ
મહાકુંભ મેળા વિસ્તારમાં હાજર એક પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો હતો કે આગમાં લગભગ 250 ટેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. આગની જ્વાળાઓ ખૂબ જ ઊંચી હતી. ખૂબ મોટા વિસ્તારમાં આગ લાગી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application