માનવતા મરી પરવારી : રાહદારીઓ વિડીયો બનાવતા રહ્યા અને 2 લોકો કારમાં સળગીને થયા ભડથું  

  • November 25, 2023 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નોઈડામાં શર્મશાર કરતો કિસ્સો, આગ લાગતા જ કાર થઇ લોક, અંદર બેઠેલા લોકો મદદ માટે કરતા રહ્યા આજીજી



નોઈડામાં દુઃખદ અકસ્માત થયો છે. સેક્ટર-૧૧૯માં આવેલી આમ્રપાલી પ્લેટિનમ સોસાયટીની બહાર કારમાં લાગેલી આગમાં બે લોકો જીવતા બળી ગયા હતા. માહિતી મળતા સેક્ટર-૧૧૩ કોતવાલી પોલીસની ટીમ પહોંચી હતી અને ફાયર બ્રિગેડની મદદથી આગને કાબુમાં લીધી હતી. કારમાંથી બે વ્યક્તિના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા અને ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી છે. તપાસ બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાર સહિત મૃતકની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.


કારની નંબર પ્લેટ પણ બળી ગઈ હોવાથી ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે. મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. આજે સવારે લગભગ ૬ વાગે આમ્રપાલી પ્લેટિનમ સોસાયટીની બહાર રોડ કિનારે પાર્ક કરેલી કારમાં આગ લાગતાં તે આપોઆપ લોક થઈ ગઈ હતી. કારમાં બેઠેલા લોકોએ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. કારમાં બેઠેલા લોકોને આશા હતી કે કોઈ બહારથી ગેટ તોડીને બહાર લઈ જશે, પણ ત્યાં હાજર લોકો વિસ્ફોટ થવાની આશંકાથી કારથી દૂર જ રહ્યા. એટલું જ નહી લોકો મદદ કરવાના બદલે ઘટનાનો વિડીયો બનાવવા લાગ્યા.



કોઈકે પોલીસને જાણ કરી, પરંતુ પોલીસ પહોચી અને આગ ઓલવાઈ ત્યાં સુધીમાં બંનેના મોત થઈ ચૂક્યા હતા. આવી સ્થિતિમાં જો લોકોને મદદ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હોત તો કદાચ તેઓ આજે જીવિત હોત. સમયસર મદદ મળવાથી તેમનો જીવ બચાવી શકાયો હોત. નિષ્ણાંતોનું કહેવું છે કે કારમાં આગ લાગવી એ એક અકસ્માત છે જે કોઈપણ સમયે કોઈપણ વ્યક્તિ સાથે થઈ શકે છે. આ પરિસ્થિતિથી બચવા માટે કારમાં કાતર, અગ્નિશામક યંત્ર અથવા હથોડી સાથે રાખવી જોઈએ. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application