કેવુ રહેશે તમારુ આ અઠવાડિયું ?, જાણો તમામ રાશિઓનું સાપ્તાહિક રાશિફળ

  • September 03, 2023 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ સપ્તાહ દરમિયાન સૂર્યનું ભ્રમણ સિંહમાં રહેશે. જયારે ચંદ્ર મીન, મેષ, વૃષભ અને મિથુનમાં ભ્રમણ કરશે. મંગળનું ભ્રમણ કન્યામાં, બુધ સિંહમાં, ગુરૂ મેષમાં, શુક્ર કર્કમાં, શનિ કુંભમાં, રાહ મેષમાં, કેતુ તુલામાં, હર્ષલ મેષમાં, નેપચ્યુન મીનમાં અને પ્લુટો મકરમાં ભ્રમણ કરશે.

મેષ

વ્યવસાયમાં અનુકુળતા રહે. નોકરીમાં મનગમતી જગ્યા મળે. આરોગ્યની કાળજી લેવી. શેર સટ્ટામાં લાભ. મિલકત પ્રશ્નોમાં ધ્યાન દેવું. કાનૂની પ્રશ્નોમાં સફળતા. સગાઇ લગ્નના કાર્યોમાં અનુકુળતા રહે.

લકઝરી ચીજ વસ્તુની ખરીદી બાબત અનુકુળતા રહે. ભાઇ-બહેનો સાથે મતભેદો ન થાય તેનું ધ્યાન રાખવું. આર્થિક દ્રષ્ટિએ સફળતા રહે. ભાગીદારો સાથે ચર્ચાઓ બાબત આદાન પ્રદાનની શકયતા. તમારો ચાર્મ જળવાઇ રહેવાનો. વિજાતીય મિત્રતા ગાઢ બને. સંતાનોની સગાઇ લગ્નના કાર્યોમાં અવરોધો દૂર થાય. આત્મવિશ્વાસને જાળવવો.

વૃષભ

નોકરીમાં પ્રતિકુળતા રહે. વ્યવસાયમાં સ્થીરતા જરૂરી. ખર્ચ ઉપર કાબૂ રાખવો. નવી યોજના બાબત ધીરજ રાખો. શેર સટ્ટામાં અનુકુળતા રહે. મિલકતના પ્રશ્નો ટાળવા. કોર્ટ કૈસના પ્રશ્નોથી દૂર રહેવું.

પરિવારના વડીલ વર્ગની સાથે સમેળ રાખવો. સ્થળાંતરની ઇચ્છા પ્રબળ થાય. મિત્રો, ભાઇ-બહેનો સાથે ગેરસમજો ટાળવી. વિદેશથી લાભદાયક સમાચાર આવે. લગ્ન ઇચ્છુકોને અનુકુળતા રહે. નાણાકીય લાભો માટે સારો સમય. રોકાયેલા નાણા છુટ્ટા થાય. જૂની બીમારીમાં રાહત થાય. નવી યોજનાઓ બાબત કર્મચારી વર્ગ સાથે ચર્ચા વિચારણા થાય.

મિથુન

વ્યવસાયમાં પ્રતિકુળતા રહે. નોકરીમાં કાર્યભારનો સામનો રહે. કાનૂની પ્રશ્નોથી દૂર રહેજો. શેર સટ્ટામાં લાભ, મિલકતના પ્રશ્નોથી દૂર રહેજો. ધાર્મિક યાત્રા પ્રવાસમાં સફળતા. રહેણાકના મકાનમાં રીનોવેશનની શકયતા. માતાનો સાથ સહકાર સારો રહે. ભાઇ-બહેનો કે મિત્રો સાથે ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખવું. આત્મવિશ્વાસ કેળવવો જરૂરી. સંસ્થામાં સારો હોદ્દો મળે. વધુ અભ્યાસની ઇચ્છા બળવતર બને. મતલબ કે ઇચ્છાઓ પ્રબળ થાય. હરીફો ઉપર વર્ચસ્વ વધે. ઇલેકટ્રોનિક ચીજ વસ્તુના વ્યવસાયથી વિશેષ લાભ.

કર્ક નોકરીમાં નવી ઓફર આવે. પ્રમોશન, બદલીના ચાન્સ, વ્યવસાયમાં નવા રોકાણ બાબત સાવધાની જરૂરી. શેર સટ્ટામાં જાળવવું. મિલકતના પ્રશ્નો ટાળવા. ભાગીદારોને સહકાર દેવો. જીવનસાથી સાથે કોઇ ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખવું. વિદેશ જવાની તક ઉભી થાય. સંતાનોની સગાઇ લગ્નના કાર્યમાં અનુકુળતા. મેડીટેશન યોગથી લાભ. ખાણીપીણીના ધંધા બાબત કોઇ ભાગીદારી ઓફર આવવાની શકયતાઓ ઉભી થાય. કાર્યક્ષેત્રનો વિકાસ થાય. અપરણીતોને લગ્ન માટે સારી ઓફર આવે.

સિંહ

વ્યવસાયમાં સફળતા રહે. નોકરીમાં કાર્યભાર રહે. શેર સટ્ટામાં નિર્ણયો મહત્વના રહે. મિલકતથી લાભ. સ્વાસ્થ્ય બાબત જાળવવું. પ્રવાસમાં પ્રતિકુળતા. કાનૂની પ્રશ્નોમાં સમાધાનથી લાભ રહે.

કારણ વગરનો માનસિક તનાવ રહે. આવકનું પ્રમાણ વધારવાના પ્રયત્નો ફળવાના. મિત્રા વર્તુળમાં વધારો થાય. અચાનક નાણાકીય લાભ. ભાગ્યોદયની તક માટે સારો સમય. હાલ નાની પનોતી ચાલે છે. શિન દેવતાની કે પોતાના ઇષ્ટદેવની આરાધના કરવી. શનિવારે અથવા સપ્તાહમાં ચેરીટી કરવાથી લાભ રહે.

કન્યા

નોકરીમાં બદલીના ચાન્સ, વ્યવસાયમાં પરિવર્તનની ઇચ્છા રહે. મિલકતના પ્રશ્નોમાં સફળતા. સગાઇ લગ્નના કાઢ્યાં સફળતા. વિદેશથી લાભ. શેર સટ્ટામાં પ્રતિકુળતા. સ્વાસ્થ્ય બાબત સુધારો રહે. કારણ વગરના વિચારોને ટાળજો. લકઝરી ચીજવસ્તુની ખરીદી પાછળ ખર્ચ રહે. ગુસ્સાને ટાળજો. નવી ભાગીદારી યોજનામાં સફળતા રહે. કાયમી વિદેશ વસવાટ કરવાની ઇચ્છા ફળે. શિન દેવતાનું ભ્રમણ લાભદાયક ચાલે છે. અટકતા કાર્યો ઉપર ધ્યાન આપો. મેદવૃધ્ધિથી જાળવવું.

તુલા

વ્યવસાયમાં આર્થિક લાભ. નોકરીમાં બદલીની શકયતા. ભાગીદારોને સહકાર દેવો. શેર સટ્ટામાં અનુકુળતા. મિલકતના પ્રશ્નોમાં અવરોધો રહે. સગાઇ લગ્નના કાર્યોમાં અવરોધો રહે.

ગુસ્સાને કાબૂમાં રાખજો. નવી યોજનામાં કોઇની સલાહ લઇને નિર્ણયો લેવા. નાણાકીય વહેવારોમાં ચોકસાઇ રાખવાથી અનુકુળતા રહે. યોગ્ય તકનો ઉપયોગ કરી લેજો. સંતાનોની પ્રગતિ રહે. સંતાનોને નોકરી ધંધામાં તમારી ઓળખાણનો લાભ મળે. રોકાયેલા નાણા પાછા મેળવવાના પ્રયત્નો ફળે. બેન્કને લગતા કાર્યોમાં સફળતા. હકારાત્મક અભિગમને અપનાવવાથી લાભ રહે.

વૃશ્ચિક

નોકરીમાં કાર્યભાર રહે. નવી ઓફર ટાળવી. વેપારમાં પ્રગતિ રહે. શેર સટ્ટામાં લાભ. મિલકતમાં વધારો થાય. સગાઇ લગ્નના કાર્યોમાં સફળતા. વિદેશથી સારો લાભ રહે.

આત્મવિશ્વાસ વધારવો, મનગમતી વ્યક્તિ સાથે મુલાકાત થાય. સંબંધો વધુ ગાઢ બને. પરિવારના વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબત સાધારણ ટેન્શન રહે. અંગત સ્વાસ્થ્યને લઇને પણ માનસિક તનાવ રહે. અંધશ્રધ્ધાથી દૂર રહેજો. મહત્વના કાર્યોમાં ઉતાવળા નિર્ણયો ન લેવા કોર્ટ કેસના પ્રશ્નોમાં સમાધાનથી લાભ. કિંમતી ચીજ વસ્તુની ખરીદી પાછળ નાણાકીય ખર્ચ રહે.

ધન

નોકરીમાં પરિવર્તનની ઇચ્છા રહે. મિત્રોનો સહકાર રહે. વ્યવસાયમાં જૂના સંબંધો લાભદાયક રહે. શેર સટ્ટામાં સાવધાની રાખવી. સગાઇ લગ્નના નિર્ણયોમાં અવરોધોની શકયતા.

કાર્યશક્તિમાં વધારો થાય. સંતાનોની સગાઇ લગ્નના કાર્યોમાં સફળતા. પિતાનો સહકાર રહે. કોર્ટ કેસના પ્રશ્નોથી દૂર રહેવું. વ્યવસાયની નવી જગ્યાની ખરીદીમાં સફળતા. નવી ટેકનીકનો લાભ રહેવાનો. સ્વાસ્થ્યબાબત સુધારો રહે. અટકતા કાર્યોમાં ધ્યાન આપો. ભાઇ-બહેનો સાથે ધાર્મિક કાર્યમાં સફળતા મળે. સીઝનલ ધંધામાં અનુકુળતા રહે. વિદેશના પ્રવાસમાં અનુકુળત રહે.

મકર

વ્યવસાયમાં ન ધારેલો લાભ. નોકરીમાં કાર્ય સફળતા. ભાગીદારોનો સહકાર રહે. શેર સટ્ટામાં અનુકુળતા. મિલકતના પ્રશ્નોમાં કોઇની મદદ મળે. અચાનક સગાઇ-લગ્નની ઇચ્છા ફળે.

આવકનું પ્રમાણ વધારવાના પ્રયત્નો ફળવાના. ભાઇ-બહેનોને ત્યાં માંગલીક પ્રસંગો ઉભા થાય. કાર્યક્ષેત્રમાં વધારો કરવાની ઇચ્છા ફળે. 1લગ્નજીવનમાં સુમેળ રાખવો. વિજાતીય સંબંધોમાં જાળવવું. ઇમ્પોર્ટ-એકસપોર્ટના ધંધાની ઓફર આવે. નવી ઓળખાણ થાય. મહત્વના કાર્યોમાં અંગત ધ્યાન આપવું. પરિવારના સભ્યોનો સાથ સહકાર સારો રહે. સરકારી કાર્યોમાં અનુકુળતા રહે.

કુંભ

નોકરીમાં સફળતા. નવી ઓફર પણ આવે. વેપારમાં કાર્યક્ષેત્ર વધે. શેર સટ્ટામાં અનુકુળતા રહે. મિલકતની લે-વેચમાં અનુકુળતા. સગાઇ લગ્નના કાર્યોમાં લંબાણ થાય.

જુના મિત્રોની મુલાકાતથી લાભ રહે. વિજાતીય મિત્રતા વધુ ગાઢ બને. ગેરસમજો થઇ હશે તો તે દૂર થાય. સ્વાસ્થ્ય બાબત સુધારો થાય. રહેણાકના મકાનમાં લકઝરી ફેરફારોની ઇચ્છા ફળે. નવી યોજનામાં ભાગીદારોનો સહકાર લેવો પડે. ઉગ્રતા ટાળજો. અધિકારી વર્ગનો સહકાર મળવાનો. પરિવારના કાર્યોમાં પણ ધ્યાન આપવું. તમારો ચાર્મ જળવાઇ રહે. વિદેશ જવાની તક મળે.

મીન

વેપારમાં આવકનું પ્રમાણ વધે. કાર્યશક્તિ વધે. નોકરીમાં અનુકુળતા રહે. બદલી પ્રમોશનના ચાન્સ રહે. શેર સટ્ટામાં લાભ રહે. મિલકતના પ્રશ્નોમાં નિર્ણયો સમજીને લેવા. વિદેશથી લાભ રહે. વિલંબમાં પડેલા કાર્યોને આગળ વધારવામાં સફળતા. આત્મવિશ્વાસ વધે. ઉશ્કેરાટથી દુર રહેવું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application