પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયું છે તો ફરીથી કેવી રીતે સક્રિય કરવું ? જાણો સંપૂર્ણ પ્રક્રિયા

  • July 10, 2023 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ પણ પૂરી થઈ ગઈ છે. સરકારે અગાઉ પણ ઘણી વખત તેને લંબાવ્યો હતો. પરંતુ આ વખતે તારીખ લંબાવવામાં આવી નથી. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર જે પાન કાર્ડ હજુ સુધી આધાર સાથે લિંક નથી થયા તે 1 જુલાઈથી નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. જો પાન કાર્ડ પણ આવી જ રીતે નિષ્ક્રિય થઈ ગયું હોય તો ગભરાવાની કોઈ વાત નથી. કારણ કે તમારી પાસે હજી પણ તેને ફરીથી સક્રિય કરવાનો વિકલ્પ છે.


સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના નોટિફિકેશન મુજબ તમે 1000 રૂપિયાની ફી ચૂકવીને નિષ્ક્રિય પાન કાર્ડને ફરીથી સક્રિય કરી શકો છો. જો ખબર નથી કે પાન કાર્ડ સક્રિય છે કે નિષ્ક્રિય છે. તો ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન ચેક કરી શકો છો. આ તપાસવા માટે પહેલા આવકવેરા ફાઇલિંગ પોર્ટલ incometax.gov.in/iec/foportal/ પર જાઓ. અહીં Quick Links વિભાગમાં, “Verify Your PAN” સેવાના વિકલ્પ પર ક્લિક કરો. હવે “Verify Your PAN” પેજ પર મોબાઈલ નંબર સાથે પાન નંબર, નામ અને જન્મ તારીખ દાખલ કરો. તે પછી "ચાલુ રાખો" પર ક્લિક કરો અને OTP દાખલ કરો. વેરિફિકેશન સફળ થતાની સાથે જ તમે તમારી સ્ક્રીન પર PAN નું સ્ટેટસ જોશો.


પાન કાર્ડને કેવી રીતે ફરીથી સક્રિય કરવું?

જો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયું છે, તો તેને ફરીથી સક્રિય કરવા માટે પોર્ટલ incometax.gov.in/iec/foportal/ પર જવું પડશે. અહીં 'ઈ-પે ટેક્સ' પર જાઓ અને પાન કાર્ડ  વિગતો દાખલ કરો. આ પછી CHALLAN NO./ITNS 280 પર જાઓ અને ફી ચૂકવો. આ પછી મૂલ્યાંકન વર્ષ પસંદ કરો અને સરનામું દાખલ કરો. પછી કેપ્ચા કોડ ભરો અને આગળ વધો ટેબ પર ક્લિક કરો. આ પ્રક્રિયા પૂર્ણ કર્યાના 30 દિવસ પછી તમારું પાન કાર્ડ ફરીથી સક્રિય થઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application