સાંસદની પુત્રીએ કારથી કચડી નાખ્યો એક વ્યક્તિને જામીન પણ મળી ગયા

  • June 19, 2024 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના રાજ્યસભા સાંસદ બિદા મસ્તાન રાવની પુત્રીનું નામ હિટ એન્ડ રન કેસમાં સામે આવ્યું છે. આરોપ છે કે રાજ્યસભા સાંસદની પુત્રીએ સોમવારે સાંજે ચેન્નાઈમાં પોતાની લક્ઝરી BMW કારથી એક વ્યક્તિને કચડી નાખ્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સૂર્યા નામના 21 વર્ષીય ચિત્રકારને ગંભીર ઈજાઓ થઈ હતી, ત્યારબાદ તેનું મૃત્યુ થયું હતું. આરોપી માધુરીની મંગળવારે ચેન્નાઈ પોલીસે ધરપકડ કરી હતી. જોકે  ટૂંક સમયમાં તેને જામીન પણ મળી ગયા હતા.


આ પહેલા 19 મેના રોજ પુણેના કલ્યાણી નગર વિસ્તારમાં એક સગીર છોકરાએ તેની પોર્શ કાર સાથે બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે યુવાન સોફ્ટવેર એન્જીનીયરના મોત થયા હતા. હાલ સગીરને પુણેના ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવ્યો છે. તેના પિતા અને દાદા પણ જેલમાં છે. આ મામલાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો.


એક ઝડપથી આવતી BMW કારે ફૂટપાથ પર સૂઈ રહેલા એક વ્યક્તિને કચડી નાખ્યો. પરિણામે તેનું મૃત્યુ થયું. પોલીસે જણાવ્યું કે આરોપી મહિલા ડ્રાઈવર અને તેની સાથે રહેલી અન્ય એક મહિલા ઘટના બાદ તરત જ સ્થળ પરથી ભાગી ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application