અહી દારૂ પીનારને અપાઈ છે ફાંસી તો વેચનારને 80 કોરડાની સજા...!

  • July 13, 2023 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુવા પેઢીમાં દારૂનું સેવન કરવાનું પ્રમાણ વધતું જાય છે. મોટાભાગના લોકોને દારૂ પીવાની આદત હોય છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. અમુક રાજ્યોમાં તો સરકારે જ દારૂ વેચતી દુકાનો બંધ કરાવી છે. ત્યારે ઈરાનમાં એવો કાયદો છે જ્યાં દારૂ પીવા પર સજાની ફાંસી અને વેચવા પર 80 કોરડાની સજા આપવામાં આવે છે. છતાં ત્યાના યુવાનો છુપાઈને દારૂ પાર્ટી કરે છે અને ગેરકાયદેસર રીતે બનાવે પણ છે.


યુરોપ અને અમેરિકાના મોટા ભાગના દેશોમાં દારૂ એ શોખની વસ્તુ બની ગઈ છે. જ્યારે દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં દારૂ પીવો સારી વસ્તુ માનવામાં આવતી નથી. ઘણા દેશોમાં આના પર કડક નિયંત્રણો પણ છે. ભારતના પડોશી દેશ ઈરાન જ્યાં દારૂ પીવા પર મોતની સજાની જોગવાઈ છે. જો કોઈ દારૂ વેચતો જોવા મળે તો પણ તેને જાહેરમાં 80 કોરડા મારવાની સજા આપવામાં આવે છે.


ભારતના પડોશી દેશ ઈરાનમાં દારૂને લઈને ખૂબ જ કડક કાયદો છે. જ્યાં દારૂનું ઉત્પાદન, વેચાણ અને પીવા પર કાયદેસર રીતે ગુનેગાર બની જવાય છે. જો દારૂ પીતા કે વહેચતા પકડાઈ જાય તો કોરડા મારવા, દંડ ચૂકવવા અથવા તો જેલ જેવી સજાનો સામનો કરવો પડે છે. અહીં દારૂ પીવા માટે કોઈ ઉંમર નક્કી કરેલી નથી. આથી ઉંમર ગમે તેટલી હોય જો આમાંથી કોઈ પણ કામ કરતા જોવા મળે તો તરત જ ધરપકડ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ વારંવાર સમાન કેસોમાં પકડાય છે તો તેને ફાંસીની સજા થઈ શકે છે.


આ કાયદો બધા માટે સમાન છે. આથી આ નિયમ ઈરાન જતા પ્રવાસીઓ પર પણ લાગુ થશે. અહીં કોઈ દારૂની દુકાન, નાઈટ ક્લબ કે બારમાં જોવા મળતા નથી. પ્રવાસીઓ દારૂ સાથે લઈ જાય અને પછી અંગત રીતે પણ પીય શકતા નથી. ઈરાનમાં દારૂ લાવવો ગેરકાયદેસર છે. એરપોર્ટ પર એક્સ-રે વડે સામાનની તપાસ કરવામાં આવે છે અને પકડાઈ જાવ તોય સજાને પાત્ર છો પછી ભલે તમે ઈરાની હો, પ્રવાસી હો.


આટલા કડક પ્રતિબંધો હોવા છતાં ઘણા ઈરાની યુવાનો દારૂ પીવાનું પસંદ કરે છે. એવી પાર્ટીઓ છે જેમાં દારૂ પીરસવામાં આવે છે. આ માટે દારૂ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવે છે અથવા અન્ય દેશોમાંથી તેની દાણચોરી કરવામાં આવે છે. કાયદાના ડરથી તબીબ પાસે જતા ન હોવાથી નકલી દારૂ પીવાથી યુવાનોના મૃત્યુ પણ થાય છે. તેઓને ડર છે કે જો તેઓ ડૉક્ટર પાસે જશે તો તે પોલીસને જાણ કરશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application