જામનગર ના જિલ્લા પોલીસવડા ની આગેવાનીમાં શહેરના તમામ ખાનગી ટ્યુશન ક્લાસ સંચાલકોની બેઠક યોજાઈ
ટ્યુશન ક્લાસમાં અભ્યાસ અર્થે આવતા તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રત્યે સજાગ રહેવા ટ્યુશન ક્લાસ સંચાલકોને અવગત કરાયા
જામનગર તા ૧, રાજકોટ ગેમઝોન દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા તમામ આનંદ પ્રમોદના સ્થળ, શૈક્ષણિક સંકુલો, ટ્યુશન ક્લાસ વગેરેમાં સુરક્ષા બાબતે સમીક્ષા કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ની આગેવાનીમાં જામનગર શહેરના તમામ ખાનગી ટ્યુશન ક્લાસ સંચાલકોની એક બેઠક યોજાઈ હતી, જેમાં ટ્યુશન ક્લાસમાં અભ્યાસ અર્થે આવનારા તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા ના મામલે ટ્યુશન ક્લાસ સંચાલકો સાથે વિચાર વિમર્ષ કરીને અવગત કરાયા હતા.
જામનગર શહેરમાં ચાલતા ખાનગી કોચિંગ ક્લાસ ના એસોસિયેશન દ્વારા આજે એક મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં અધ્યક્ષ સ્થાને જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ ઉપસ્થિત રહ્યા હતા.
તેઓની સાથે જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયેન્દ્રસિંહ ઝાલા, ઇન્ચાર્જ પ્રોબેશનલ પી.આઈ આર.ડી. રબારી ઉપરાંત રીડર પી.એસ.આઇ. પી.એન.મોરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જયારે કોચિંગ ક્લાસીસ એસોસિએશન વતી પ્રમુખ જતીન સોમૈયા, ભરતેશ શાહ, ધીરેનભાઈ મોનાણી, કમલેશભાઈ કોટેચા સહિતના ટયુશન ક્લાસ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા તમામ ટયુશનક્લાસના સંચાલકોને વિદ્યાર્થીઓની સુરક્ષા મામલે જરૂરી સુચનો કરાયા હતા. પ્રત્યેક ટ્યુશન ક્લાસમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ કે જેઓ પોતાના પરિવારના એકનું એક સંતાન હોવા છતાં કોચિંગ ક્લાસ સંચાલકોનો ભરોસો કરીને અભ્યાસર અર્થે આવતા હોય છે. આવા તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા ની જવાબદારી કોચિંગ કલાસ સંચાલકોની રહે છે.
જેથી ટયુશન ક્લાસમાં તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરીને તેની જરૂરથી અમલવારી થાય, તે પ્રકારેના સૂચનો કર્યા હતા. ખાસ કરીને ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીઓ માટેની બેઠક અને તેઓના પ્રવેશદ્વાર અને બહાર નીકળવા માટેના બંને દરવાજા અલગ રહે તે રીતે, ઉપરાંત કલાસીસ ની અંદર ઇલેક્ટ્રીફીકેશન ચોક્કસ માધ્યમથી ફીટ કરાયેલું છે કે કેમ, તે સમગ્ર બાબતની તકેદારી રાખવી અત્યંત જરૂરી છે, જેના પર ભાર મૂક્યો હતો. તમામ ટ્યુશન ક્લાસ સંચાલકો વગેરેએ જિલ્લા પોલીસ વડાના સૂચનોને આવકાર આપ્યો હતો, અને તેની ચોક્કસપણે અમલવારી થાય તેવી પણ આ બેઠકમાં ખાતરી અપાઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech