નવી 157 કોલેજના કારણે હેલ્થ સેક્ટર વધુ મજબૂત બનશે

  • February 01, 2023 07:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોરોના કાળ અને ત્યાર પછી નર્સિંગ સ્ટાફની ખેંચ પૂરી કરવા મહત્વનું પગલું: મેહુલ રૂપાણી


સમગ્ર દેશમાં આગામી સમયમાં 157 નવી નર્સિંગ કોલેજ શરૂ કરવામાં આવશે અને તેટલી જ સંખ્યામાં મેડિકલ કોલેજો પણ શરૂ કરવામાં આવશે તેવી નાણાપ્રધાન નિર્મલા સીતારામનની જાહેરાતને અતિ મહત્વની ગણાવતા ઓલ ગુજરાત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ મેહુલ રૂપાણીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણયના કારણે દેશભરમાં નર્સિંગ સ્ટાફની જે ખેંચ છે તે પૂરી થશે.



મેહુલ રૂપાણીએ વધુમાં જણાવ્યું છે કે મેડિકલ કોલેજ અને નર્સિંગ કોલેજ એક સમાન સંખ્યામાં શરૂ કરવાની જાહેરાતથી એવું જણાઈ રહ્યું છે કે જ્યાં નવી મેડિકલ કોલેજ શરૂ થશે ત્યાં જ નર્સિંગ કોલેજ શરૂ કરવામાં આવશે. નર્સિંગના ક્ષેત્રમાં અત્યારે જોબ ઓપોર્ચ્યુનિટી સો ટકા છે અને પગાર પણ સારો મળે છે.



ખાનગી નર્સિંગ કોલેજમાં એક વર્ષની

ફી સરેરાશ રુ.60,000 આસપાસ હોય છે અને ત્રણ વર્ષના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીને રૂપિયા 1.80 લાખ ચૂકવવા પડે છે. જ્યારે સરકારી નર્સિંગ કોલેજમાં ફીનું ધોરણ વાર્ષિક રૂપિયા 5000 નું હોય છે તે બાબત પણ નર્સિંગના ક્ષેત્રે કારકિર્દી ઘડવા માગતા સમાજના મધ્યમ અને ગરીબ પરિવારના લોકોનું સ્વપ્ન સાકાર થશે તેમ પણ મેહુલ રૂપાણીએ જણાવ્યું છે.


કોરોના સમયે ડોક્ટરોની સાથો સાથ નર્સિંગ સ્ટાફની પણ મોટા પ્રમાણમાં તંગી જોવા મળી હતી. કોરોના સમય દરમિયાન અને ત્યાર પછી ગલ્ફ કન્ટ્રીના દેશોમાં નર્સિંગ સ્ટાફને મોં માંગ્યો પગાર ઓફર કરીને લઈ જવાયા છે અને તેના કારણે દેશમાં નર્સિંગ સ્ટાફની મોટી ખેંચ છે. નવી મેડિકલ કોલેજો અને નર્સિંગ કોલેજો શરૂ થયા પછી ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની ખેચમાં મોટી રાહત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application