મહિલા આયોગના વડા સ્વાતિ માલીવાલે પિતા પર જ લગાવ્યો યૌન શોષણનો આરોપ !

  • March 11, 2023 11:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હી મહિલા આયોગ (DCW)ના વડા સ્વાતિ માલીવાલે તેના પિતા પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આજરોજ  (11 માર્ચ) મહિલા આયોગ દ્વારા આયોજિત એવોર્ડ સમારોહમાં, તેણીએ કહ્યું કે જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતાએ મારું યૌન શોષણ કર્યું હતું. તે મને મારતા હતા, જ્યારે પણ તે ઘરે આવતા ત્યારે હું ખૂબ ડરી જતી અને પલંગ નીચે સંતાઈ જતી હતી.

વધુમાં તેણીએ કહ્યું કે પછી હું આખી રાત પ્લાન કરતી કે હું એવા પુરુષોને પાઠ ભણાવીશ જે મહિલાઓ અને છોકરીઓ સાથે ખરાબ વર્તન કરે છે. મારા પિતા મને નિર્દયતાથી મારતા હતા. હું ચોથા ધોરણ સુધી મારા પિતા સાથે રહેતી હતી. હું માનું છું કે જ્યારે કોઈ વ્યક્તિ અત્યાચાર સહન કરે છે ત્યારે જ તે બીજાની પીડાને સમજી શકે છે. ત્યારે જ તે વ્યક્તિની અંદર હિંમત આવે છે, જેના દ્વારા તે સમગ્ર સિસ્ટમને હલાવી શકે છે. કદાચ મારી સાથે પણ એવું જ થયું હશે.
​​​​​​​

સ્વાતિ માલીવાલે તાજેતરમાં પોતાના સંઘર્ષ વિશે જણાવ્યું હતું. સ્વાતિએ તેની બહેન, માતા અને તેની વારંવાર મારપીટ અને ભયના વાતાવરણમાં જીવવા વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે તેનું બાળપણ તેના શરાબી પિતા સાથે ઘરેલુ હિંસાના દર્દ સહન કરવામાં વીત્યું હતું.

દિલ્હી મહિલા આયોગના વડાએ હોળીના વાયરલ વીડિયો પર પણ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે કેટલાક લોકોએ હોળીના બહાને એક જાપાની મહિલાને રંગવાનો પ્રયાસ કર્યો અને તેની છેડતી કરી. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે મહિલા બૂમો પાડી રહી છે અને મદદ માંગી રહી છે. અમે દિલ્હી પોલીસને નોટિસ આપી રહ્યા છીએ. એ લોકોની ધરપકડ થવી જોઈએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application