યુક્રેન સામેના યુદ્ધમાં રશિયા તરફથી લડી રહેલા હરિયાણાના 22 વર્ષના યુવકનું મોત થયું છે. મૃતકના પરિવારે દાવો કર્યો છે કે, મોસ્કોમાં ભારતીય દૂતાવાસે રવિ મૌનના મૃત્યુની પુષ્ટિ કરી છે. મૃતકના ભાઈ અજય મૌને કહ્યું કે, રશિયન સેનાએ તેને ફ્રન્ટલાઈન પર લડવા માટે મોકલ્યો હતો.
રવિ મૌન હરિયાણાના કૈથલ જિલ્લાના મટૌર ગામનો રહેવાસી છે. તેના ભાઈએ દાવો કર્યો હતો કે, રવિ 13 જાન્યુઆરીએ ટ્રાન્સપોર્ટેશનના કામ માટે રશિયા ગયો હતો. પરંતુ તેમને સેનામાં સામેલ કરવામાં આવ્યો હતો. અજય મૌને 21 જુલાઈના રોજ દૂતાવાસને પત્ર લખીને તેના ભાઈના ઠેકાણા વિશે માહિતી માંગી હતી.
મૃતદેહની ઓળખ માટે ડીએનએ રિપોર્ટ મોકલવા જણાવ્યું
તેણે કહ્યું કે, દૂતાવાસે અમને કહ્યું કે તેનું મૃત્યુ થયું છે. ત્યારે પરિવારે જણાવ્યું કે, દૂતાવાસે તેમને મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ રિપોર્ટ મોકલવા કહ્યું છે. અજય મૌને જણાવ્યું કે, તેનો ભાઈ 13 જાન્યુઆરીએ રશિયા ગયો હતો. એક એજન્ટે તેને ટ્રાન્સપોર્ટેશનની નોકરી માટે રશિયા મોકલ્યો હતો. જો કે, તેને રશિયન સૈન્યમાં ભરતી કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછેલ્લા 10 વર્ષોમાં મોંઘવારીએ લોકોના ખિસ્સા ખાલી કર્યા
January 23, 2025 10:31 AMઆવતા મહીને ટ્રમ્પ અને મોદીની મુલાકાત ગોઠવાય તેવા પ્રયાસો
January 23, 2025 10:29 AMજોડિયામાં વીરદાદા જશરાજના ૯૬૭ માં શોર્ય દિનની ઉજવણી
January 23, 2025 10:27 AMદુનિયામાં પહેલી વાર ઈરાનમાં રોબોટિક સૈનિક યુદ્ધ લડશે
January 23, 2025 10:26 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech