પ્રિયંકા ગાંધીને આવકારવા રોડ પર બીછાવાયેલા ગુલાબમાંથી બનાવાશે ગુલાલ, ભાજપે કહ્યું- 'આ સનાતન ધર્મનું અપમાન'

  • March 03, 2023 12:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાયપુરને આજકાલ ગુલાબપુર કહેવામાં આવી રહ્યું છે. કારણ કે રાયપુરમાં ગુલાબના ફૂલ પર રાજનીતિ છવાઈ ગઈ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રાયપુર આવ્યા ત્યારે પાર્ટીએ રસ્તા પર ગુલાબની પાંખડીઓ ફેલાવી હતી. હવે આ પાંખડીઓમાંથી ગુલાલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ભાજપે આને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું છે. વાસ્તવમાં 25 ફેબ્રુઆરીએ રાયપુરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું હતું. તેમાં ભાગ લેવા માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રાયપુર પહોંચ્યા હતા.

પ્રિયંકા ગાંધીને આવકારવા માટે, રાયપુર એરપોર્ટની બહાર ન્યાય રાયપુર તરફ જતા રસ્તા પર ગુલાબની પાંખડીઓ નાખવામાં આવી હતી. તે લગભગ 2 કિલોમીટરનો લાલ રસ્તો હતો. પ્રિયંકા ગાંધીના સ્વાગત માટે હજારો કોંગ્રેસી નેતાઓ આ રસ્તાની બાજુમાં ઉભા હતા. પ્રિયંકા ગાંધીની રાયપુરની પ્રથમ મુલાકાતની ઉજવણી કરવામાં આવી હતી.

તે દિવસે રેડ રોઝ રોડ પરથી પસાર થનાર દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ કે આ લાલ સુગંધિત રોડ ખાસ પ્રિયંકા ગાંધી વાડ્રા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. જ્યારે પ્રિયંકા ગાંધી આ રસ્તા પરથી પસાર થયા ત્યારે તેમનો કાફલો ધીમો પડી ગયો હતો. કારમાં ઉભા રહીને પ્રિયંકા ગાંધીએ રાયપુરનું અભિવાદન કર્યું હતું. રસ્તાના કિનારે છત્તીસગઢી પરંપરાગત પોશાકમાં સજ્જ કલાકારો દ્વારા તેમના માટે સ્ટેજ શણગારવામાં આવ્યું હતું. કલાકારો ડાન્સ કરીને પ્રિયંકા ગાંધીનું સ્વાગત કરી રહ્યા હતા.

આ સાથે જ આ ગુલાબને લઈને હંગામો પણ થયો છે. જ્યારે લાલ રસ્તાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને લગભગ 2 કિલોમીટર સુધી 3600 કિલો ગુલાબની પાંખડીઓ નાખવામાં આવી અને ભાજપને ખબર પડી કે મહિલા સ્વ-સહાય જૂથો આ ગુલાબમાંથી હોળી માટે ગુલાલ બનાવે છે, ત્યારે ભાજપના પૂર્વ મંત્રી રાજેશ મુનાતે તેને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યુ. કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા રાજેશ મુનાતે કહ્યું કે પ્રિયંકા ગાંધીને રસ્તાઓ પર પીસેલા ફૂલોનો ઉપયોગ આ રીતે કરવાથી સનાતનનું અપમાન થશે. કોંગ્રેસની સનાતન વિરોધી માનસિકતા ફરી એકવાર છતી થઈ છે.

તેમણે કહ્યું કે રંગોત્સવની શરૂઆત પહેલા દેવી-દેવતાઓને રંગો અર્પણ કરીને, પછી વડીલોને ચઢાવીને કરવામાં આવે છે. રાજેશ મુનાતે કોંગ્રેસ સરકારને સવાલ પૂછતા કહ્યું કે શું તમે ભગવાનને રસ્તાઓ પર કચડાયેલા ફૂલોથી બનેલો ગુલાલ અર્પણ કરશો?

રાયપુરના શેરીખેડીમાં મલ્ટી યુટિલિટી સેન્ટરમાં મહિલા જૂથ આ ફૂલમાંથી ગુલાલ તૈયાર કરી રહ્યું છે. તેનો ઉપયોગ હોળીના તહેવારમાં કરવામાં આવશે. પરંતુ તેમાંથી બનેલો ગુલાલ પહેલેથી જ વિવાદોમાં ફસાઈ ચૂક્યો છે. જોકે મહિલાઓ ગુલાબના ફૂલમાંથી ગુલાલ બનાવી રહી છે. તે બજારોમાં વેચવામાં આવશે. આ માટે મહિલા ગૃપ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

પ્રિયંકા ગાંધી અને ભૂપેશ બઘેલની જોડીએ હિમાચલ પ્રદેશમાં અજાયબીઓ કરી હતી. દેશભરમાં કોંગ્રેસની સતત હાર બાદ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે મોટી જીત નોંધાવી છે. આ પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રા અને ભૂપેશ બઘેલ યુપીમાં પણ ચૂંટણી પ્રચારમાં સાથે કામ કરી ચૂક્યા છે.

આ સિવાય આ વિવાદમાં સૌથી વધુ જે નામની ચર્ચા થઈ રહી છે તે છે રાયપુર મેહર એજાઝ ઢેબરનું. કારણ કે રાયપુરને ફ્લેક્સપુર બનાવવામાં તેમનો મોટો હાથ હતો. પ્રિયંકા ગાંધીના સ્વાગત માટે મેયરની ટીમે રાત-દિવસ કામ કર્યું હતું. પરંતુ જ્યારે મેયર પ્રિયંકા ગાંધી વાડ્રાને આવકારવા માળા લઈને ઉભા હતા ત્યારે સુરક્ષાકર્મીએ તેમનો પાછળ કરી લીધા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોકે મેયર એજાઝ ઢેબર બાદમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીને મળ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application