ગાંધીનગરમાં ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 430 અરજદારોને તેમના મોબાઈલ પરત આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ગુનેગારોને લઈને પોલીસ કેવી હોવી જોઈએ તે અંગે ટકોર કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, પોલીસ કર્મીઓને આપેલો ડંડો છૂટથી વાપરવો જ જોઈએ, ગુનેગાર જે ભાષા સમજે તે ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય
હર્ષ સંઘવીએ પોલીસને શું કહ્યું?
હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓની હાજરીમાં કહ્યું હતું કે, સામાન્ય નાગરિકો જ્યારે પોતાની ફરિયાદ લઈ પોલીસ સ્ટેશન આવે ત્યારે તેમના માન સન્માનની જવાબદારી પણ સૌ પોલીસ કર્મીઓની છે. પણ ગુનેગાર મહેમાન બની જલસા ન કરે એ પણ આપણે સતર્ક બનીને જોવાનું છે. કોઈ ગુનેગાર પોલીસ સ્ટેશનમાં આવે અને મહેમાનગતિ કરવામાં આવે તેવી પરિસ્થિતિ DGP સુધી ન પહોંચે તેની ચિંતા કરજો. આમ તેમ દોડવાની ઘણી આદતો હોય પરંતુ પોલીસ જોડે પાલો પડે તો ચાલવાની તકલીફ પડવી જ જોઈ. રાજ્યના નાગરિકની શાંતિ, સલામતી અને સુરક્ષા એ પોલીસની જવાબદારી છે.
મંદિરની ચોરીની વાત આસ્થા સાથે જોડાયેલીઃ હર્ષ સંઘવી
મંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, ફરિયાદી વિશ્વાસથી પોલીસ સ્ટેશન જાય છે, પણ સંપૂર્ણ કાર્યવાહી કરતાં સમય લાગે છે ત્યારે ફરિયાદી પોતાનો વિશ્વાસ ગુમાવે છે, આવા સમયે પોલીસ પોતાનું કાર્ય કરતી જ રહે છે. ફરિયાદીની આશા છૂટી જાય છે, પણ પોલીસે ફરિયાદીને આપેલો વિશ્વાસ તૂટવા ન દેતા પોલીસની આશા અકબંધ રહે છે, તેનું જ પરિણામ એટલે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ. મંદિરની ચોરીની વાત આસ્થા સાથે જોડાયેલી છે, ભગવાનના દાગીના કે મૂર્તિનું જેટલુ મૂલ્ય છે, તેના કરતાં વિશેષ આસ્થાનું મૂલ્ય છે. અને આ આસ્થાને બચાવવા સરકાર અને પોલીસ સતત કટિબદ્ધ છે.
પોલીસ હવે હાથો હાથ સ્ટેજ પર માનભેર માલસામાન પરત કરે છે
પહેલાની વાત કરવામાં આવે તો ચોરાયેલો કે ખોવાયેલો મુદ્દામાલ મળવો ખૂબ મુશ્કેલ હતો. જો ચોરને પકડવામાં આવે તો પણ પૂરેપૂરો સામાન ક્યારેય પાછો મળી શકતો ન હતો. પણ હવે આજનો સમય બદલાયો છે, પોલીસ હાથો હાથ સ્ટેજ પર માનભેર માલિકને તેમનો માલસામાન પરત કરે છે. તે વાતનું ગર્વ હોવાનું કહી અત્યારસુધીમાં ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા 860 મોબાઈલ તથા ચોરીનો મુદ્દામાલ મળી કુલ કિંમત રૂ.5.61 કરોડનો મુદ્દામાલ માલિકોને પરત કરવામાં આવ્યા છે. આ કામગીરી બદલ મંત્રીએ ગાંધીનગર એસ.પી તથા સમગ્ર જિલ્લાની પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech