પ્રિ-સ્કૂલ સંચાલકોની 3 માગ સરકારે સ્વીકારી, શિક્ષણ વિભાગ સાથે બેઠકમાં સુખદ ઉકેલ, ટૂંક સમયમાં નિયમો જાહેર કરાશે

  • January 02, 2025 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ચાલતી હજારો પ્રિ-સ્કૂલ માટે સરકારે કડક નિયમોની અમલવારી કરતા જ પ્રિ-સ્કૂલ સંચાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને રાજ્યવ્યાપી આંદોલન છેડાયું હતું. ગઈકાલે પ્રિ-સ્કૂલ સંચાલકો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે મળેલી બેઠકમાં મહત્વની ત્રણ માગણીઓનો મૌખિક સ્વીકાર કરવામાં આવ્યો છે. ફેરફાર કરાયેલા નિયમોની ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરાશે.

પ્રિ-સ્કૂલ સંચાલકોની અનેક રજૂઆતો બાદ પણ સરકાર દ્વારા કોઈ ફેરફાર ન કરાતા સંચાલકોએ ફરીવાર ગાંધીનગરમાં સચિવાલયના ઘેરાવની ચીમકી ઉચ્ચારી હતી. 

પ્રિ-પ્રાઇમરી સ્કૂલ સંચાલકો પાછલા કેટલાક સમયથી રાજ્યભરમાં વિરોધ નોંધાવી આંદોલન કરી રહ્યા હતા. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રિ-પ્રાઇમરી સ્કૂલ ચલાવતા સંચાલકો માટે કેટલાક નવા નીતિ નિયમો જાહેર કર્યા હતા. જેમાં ફરજિયાત 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર, એજ્યુકેશન બિયુ પરમિશન, દર વર્ષે વર્ગદીઠ 5 હજાર રજિસ્ટ્રેશન ફી, ટ્રસ્ટ કે સંસ્થાનું રજિસ્ટ્રેશન કરાવવું સહિતના નિયમો લાવવામાં આવ્યા હતા.


સરકારે કઈ ત્રણ માંગ સ્વીકારી?
હવે શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથેની ગઈકાલની બેઠકમાં 15 વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારને બદલે 5 વર્ષનો નોટરાઈઝડ ભાડા કરારની માંગનો સ્વીકાર્યો છે. જૂના ઠરાવમાં વર્ગદીઠ 5 હજાર ભરવાની જોગવાઈ કરવામાં આવી હતી, જેમાં બદલાવ કરીને વર્ગદીઠ નહીં પરંતુ આખી શાળા માટે રૂપિયા 10,000ની ફી રજિસ્ટ્રેશન ફી પેટે નક્કી કરવામાં આવી છે. 


માત્ર આટલું જ નહીં પરંતુ પ્રિ-પ્રાઇમરી સ્કૂલના રજિસ્ટ્રેશન માટે ફેબ્રુઆરી મહિનામાં મુદત પૂરી થતી હતી જેને બદલે 6 મહિના સુધી રજિસ્ટ્રેશન માટે સમય મર્યાદા વધારવામાં આવી છે. આ ત્રણ માંગોનો શિક્ષણ વિભાગ દ્વારા મૌખિક રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે. જેથી પાછલા લાંબા સમયથી અલગ અલગ રીતે વિરોધ આવી રહેલ પ્રિ પ્રાઇમરી સ્કૂલના સંચાલકોના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News