વિદ્યાર્થીઓના વાહનો, લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ, એસી, મ્યુઝિક પ્લેયર અને અન્ય ઉપકરણોને થયું છે નુકસાન
ગુજરાત યુનિવર્સિટીમાં 16 માર્ચની રાત્રે હોસ્ટેલમાં નમાઝ અદા કરવા બદલ કેટલાક વિદેશી વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. કેમ્પસની બહારથી આવેલા કેટલાક લોકોએ વિદેશી વિદ્યાર્થીઓના હોસ્ટેલના રૂમમાં તોડફોડ પણ કરી હતી. હવે આ ઘટનામાં વિદેશી વિદ્યાર્થીઓને થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી આગામી બે દિવસમાં વિદેશી વિદ્યાર્થીઓને થયેલા નુકસાનનું વળતર ચૂકવશે.
ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બે દિવસમાં હોસ્ટેલને થયેલા નુકસાનની તપાસ કરીને વળતર ચૂકવશે. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નીરજા એ ગુપ્તાએ જણાવ્યું હતું કે હોસ્ટેલના એ બ્લોકમાં નમાઝ અદા કરવાને લઈને શરૂ થયેલા હંગામા પછી કેટલાક લોકો હોસ્ટેલના રૂમમાં ઘૂસી ગયા હતા અને વિદેશી વિદ્યાર્થીઓને માર માર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓના વાહનો, લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ, એસી, મ્યુઝિક પ્લેયર અને અન્ય ઉપકરણોને નુકસાન અંગે માહિતી આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ હોસ્ટેલને થયેલા નુકસાનના વળતર માટે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, 800 ડોલરની કિંમતના લેપટોપ અને અન્ય વસ્તુઓ સહિત રૂ. 1,06,900નું નુકશાન થયું છે. આ બનાવ અંગે પોલીસે દોષિતોની ધરપકડ કરીને કાર્યવાહી પણ હાથ ધરી હતી. વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તાએ કહ્યું છે કે અમે જે કંઈ નુકસાન થયું છે તેની માહિતી મેળવી છે અને તેની તપાસ કરી છે. છાત્રાલયની અંદર વિદ્યાર્થીઓને જે કંઈ નુકસાન થયું છે તેનું વળતર ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે.
5 વિદેશી વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં લડાઈ દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે યુનિવર્સિટીને અપીલ કરી હતી. જે બાદ વિદ્યાર્થીઓને નુકસાન વિશે પૂછવામાં આવ્યું હતું અને સંપૂર્ણ માહિતી માંગવામાં આવી હતી. વિદ્યાર્થી અહેમદ ફૈયાઝે લેપટોપ માટે 800 ડોલર, નુમાન ઝદરાને મોબાઈલ માટે 24,900 રૂપિયા, અહેમદ તારિકે ટુ વ્હીલરના નુકસાન માટે રૂ. 3,000, અહેમદ વારિસે લેપટોપ માટે રૂ. 38,000, બાઇકના નુકસાન માટે રૂ. 16,000 અને એસી માટે રૂ. 16,000 અને મ્યુઝિક પ્લેયરમાં થયેલા નુકસાન માટે રૂ. 7,000 વળતર આપવા અપીલ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech