ગુજરાત : એક વર્ષમાં 27 હજાર કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપાયું, ત્રણ વર્ષમાં 3 ગણો વધારો

  • December 14, 2023 05:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડ્રગ્સ માફિયા માટે ગુજરાત બન્યું ડ્રગ્સનું હબ, ૨.૩૬ લાખ પુરુષો અને ૧.૪૯ લાખ મહિલાઓ દ્વારા અફીણનું સેવન



દેશના યુવાનોમાં ડ્રગ્સના સેવનનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે ગુજરાતના આ વર્ષના આંકડાઓએ ચોકાવ્યા છે. વર્ષ ૨૦૨૨માં જ ગુજરાતમાંથી ૨૭,૮૩૭ કિલોગ્રામ કોઈન-અફીણ સહિતનું ડ્રગ્સ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે ગુજરાતમાં ત્રણ વર્ષમાં ૩ ગણું વધી ગયું છે. વર્ષ ૨૦૨૦માં ગુજરાતમાંથી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ દ્વારા ૧૧,૭૨૫ કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું.



વર્ષ ૨૦૨૨માં ગુજરાતમાંથી અફીણ આધારીત સૌથી વધુ ૧૨,૮૩૮ કિગ્રા, ગાંજા આધારીત ૧૪,૮૯૯ કિગ્રા અને ૩૯.૧ કિલોગ્રામ કોકેઈન ઝડપાયું હતું. એક વર્ષમાં અફીણ આધારીત સૌથી વધુ ડ્રગ્સ ઝડપાયું હોય તેમાં રાજસ્થાન ૧.૪૬ લાખ કિલોગ્રામ સાથે મોખરે છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાંથી ગાંજા આધારીત સૌથી વધુ ૧૦.૩૦ લાખ કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટરનો લાંબો દરિયાકિનારો ડ્રગ્સની હેરાફેરી માટેનું એપી સેન્ટર બન્યું છે. ગુજરાતમાં ઝડપાયેલા ડ્રગ્સમાં મોટાભાગન કેસમાં દરિયાઈ માર્ગનો હેરાફેરી માટે ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે.


​​​​​​​અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના ડ્રગ્સ સાથે ૪૬૭ કેસ સામે ૭૩૪ આરોપી ઝડપાયા છે અને તમેની પાસેથી ૨૭ હજાર ૯૪૭ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેની કિંમત પર ૫૫ કરોડ ૩૧ લાખ અબજ થાય છે. આ ચોંકાવનરો આંકડો સાબિત કરે છે કે આ ડ્રગ્સ માફિયા માટે ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું છે જેમાં અમદાવાદમાં સૌથી વધુ અમદાવાદમાં ડ્રગ્સ મળી આવવાના કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં અંદાજે ૨.૩૬ લાખ પુરુષ દ્વારા અફીણ અને ૧.૪૯ લાખ મહિલા દ્વારા અફીણનું સેવન કરવામાં આવતું હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત ૭.૯૧ લાખ પુરુષ દ્વારા ઓપિઓડ્સ અને ૬.૫૯ લાખ પુરુષ દ્વારા અન્ય નશીલા પદાર્થનું સેવન કરવામાં આવે છે. પુરુષો અને મહિલાઓમાં ડ્રગ્સના સેવન કરવાનો આ આંક હજુ પણ ઊંચે જાય તેવી ચિંતાજનક સ્થિતિ છે.



ડ્રગ્સના સેવન બદલ ૩ વર્ષમાં ૫૨૮ની ધરપકડ


ગુજરાતમાં ડ્રગ્સના સેવન બદલ ૩ વર્ષમાં ૫૨૮ની ધરપકડ થઈ છે. જેમાં વર્ષ ૨૦૨૦માં ૧૧૭, વર્ષ ૨૦૨૧માં ૨૦૦ અને વર્ષ ૨૦૨૨માં ૨૧૧ની ધરપકડ કરાઈ હતી. એનડીપીએસ એક્ટ હેઠળ વર્ષ ૨૦૨૦માં ૧, ૨૦૨૧માં ૨ અને ૨૦૨૨માં ૩ એમ ૧૮થી ઓછી વયના બાળકોની જ્યારે ૨૦૨૦માં ૧૯, ૨૦૨૧માં ૨૮ અને ૨૦૨૨માં ૩૨ મહિલાની ધરપકડ થઈ હતી. આ ઉપરાંત ડ્રગ્સની હેરાફરી કરવા બદલ વર્ષ ૨૦૨૦માં ૩૪૩, વર્ષ ૨૦૨૧માં ૪૯૭ અને વર્ષ ૨૦૨૨માં ૫૨૮ એમ કુલ ૧૩૫૦ની ધરપકડ થયેલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application