જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલ ખાતે 'ઓરલ સ્ક્રીનિંગ કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું 

  • February 10, 2023 06:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલ ખાતે 'ઓરલ સ્ક્રીનિંગ કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું 

જામનગર તા. ૧૦ ફેબ્રુઆરી, ગત તા. ૪ ફેબ્રુઆરીના રોજ જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં 'ઓરલ સ્ક્રીનિંગ કેમ્પ' નું આયોજન કરાયું હતું. હોસ્પિટલના ઓરલ એન્ડ મેક્સીલોફેસિયલ અને ઓરલ માઈક્રોબાયોલોજી વિભાગ દ્વારા મુખના કેન્સર અંગે જાગૃતિ લાવવાના ભાગરૂપે ચકાસણી શિબિર યોજાઈ હતી. 

શિબિરનું ઉદ્ઘાટન સંસ્થાના વડા અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી મેડિકલ ફેકલ્ટી ડીન  ડો. નયના પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ૮૦ જેટલા સંસ્થાના કર્મચારીઓ અને દર્દીઓના મુખ અને દાંતની તપાસ કરાઈ હતી. જેમાંથી ૨૫ લોકોના મુખમાં ઓરલ કેન્સરની શરૂઆતના લક્ષણો અને ફેરફારો જોવા મળતા તેમને ફોલોઅપ માટે રીફર કરવામાં આવ્યા છે. 

આ કેમ્પને સફળ બનાવવા માટે ઓરલ એન્ડ મેક્સીલોફેસિયલ અને ઓરલ માઈક્રોબાયોલોજી વિભાગના વડા  ડો. જીતેન્દ્ર કુલબર્ગે,  ડો. ગિરીશ ચૌહાણ,  ડો. સ્મિતા રૂપારેલિયા,  ડો. શ્રેયસ શાહ,  ડો. મનીષા શ્રીકાર અને  ડો. દુશ્યંતસિંહ વાળા દ્વારા જહેમત ઉઠાવવમાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application