દેશના મેટ્રો સિટીમાં પ્રદુષણ ઓછું કરશે Google AI, નવી ટેકનોલોજી પર ચાલી રહ્યું છે કામ

  • October 18, 2023 06:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના મોટા શહેરો જેમ કે, દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને કોલકાતા સહિતના મેટ્રોપોલિટન શહેરો સહિત ઘણા શહેરોમાં ટ્રાફિક જામની સમસ્યા સામાન્ય છે. શહેરના લોકો માટે આ સૌથી મોટી સમસ્યા છે. જામના કારણે પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે. હવે ગૂગલ ભારતના ઘણા શહેરોમાં પોતાની એક સીસ્ટમથી લોકોની મદદ કરવા માટે ટેસ્ટિંગ કરી રહ્યું છે.


Xiaomiના ભૂતપૂર્વ પ્રોડક્ટ મેનેજર સુદીપ સાહુનું એક ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે Google AI બેંગલુરુ, કોલકાતા અને હૈદરાબાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે નવી ટેક્નોલોજીનું પરીક્ષણ કરી રહ્યું છે. સાહુના જણાવ્યા અનુસાર, Google AI એ બેંગલુરુમાં નવી ટ્રાફિક લાઇટ્સ ઇન્સ્ટોલ કરી છે જે AI નો ઉપયોગ કરીને વધુ સારી રીતે ટ્રાફિકનું સંચાલન કરે છે. આ ટેક્નોલોજી વાહનોના પોઝીશન, સ્પીડ અને દિશાના આધારે વાસ્તવિક સમયમાં ટ્રાફિકની સ્થિતિનું વિશ્લેષણ કરે છે. આ માહિતીનો ઉપયોગ કરીને, ટ્રાફિક લાઇટને પણ વધુ અસરકારક રીતે સંચાલિત કરી શકાય છે, જેનાથી ટ્રાફિક જામમાં ઘટાડો થાય છે.


પ્રોજેક્ટ ગ્રીન લાઇટ કેટલાક શહેરોમાં પ્રદુષણ ઘટાડવા માટે ગૂગલ AIનો ઉપયોગ કરશે. તેનો ઉપયોગ ગૂગલ મેપ્સ દ્વારા કરવામાં આવશે. સાહુના ટ્વીટ પર વિવિધ યુઝર્સે કોમેન્ટ પણ કરી છે અને કહ્યું છે કે તેઓ બેંગલુરુમાં આ ટેક્નોલોજીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. બેંગલુરુમાં ટ્રાફિકની ઘણી સમસ્યા છે. 10 ઑક્ટોબરના રોજ, Google એ એક બ્લોગ પોસ્ટ પ્રોજેક્ટ ગ્રીન લાઇટમાં જાહેરાત કરી હતી, જે એક નવી ટેકનીક છે જે શહેરોને ટ્રાફિક જામ હળવી કરવામાં અને પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application