ધોનીના ફેન્સ માટે ખુશખબર, માહીની ઘૂંટણની સર્જરી રહી સફળ, પણ ઓપરેશન પહેલાનો આ ખાસ ફોટો થયો વાઇરલ

  • June 01, 2023 05:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

IPL 2023 ની ફાઇનલમાં, MS ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવીને 5મી વખત ટ્રોફી કબજે કરી હતી. ધોનીને ગુજરાત સામેની પહેલી જ મેચમાં ઘૂંટણમાં ઈજા થઈ હતી. ઈજા હોવા છતાં, તેણે રમવાનું ચાલુ રાખ્યું અને આખરે ટીમ માટે ટાઇટલ જીતવામાં સફળ રહ્યો. આઈપીએલ બાદ એમએસ ધોનીને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ગુરુવારે સવારે તેમના ઘૂંટણની સર્જરી કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોનીની સર્જરી સફળ રહી છે.


ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓએ બુધવારે જ કહ્યું હતું કે ધોનીના ડાબા ઘૂંટણની ઈજાને લઈને ડૉક્ટરોની સલાહ લેવામાં આવશે. તે અંગે નિર્ણય લેવામાં આવશે. આગામી સિઝનમાં એમએસ ધોનીને સીએસકેમાંથી બહાર કરવાના પ્રશ્ન પર કાશી વિશ્વનાથે કહ્યું હતું કે સાચું કહું તો અમે હજી સુધી આ વિશે વિચાર્યું નથી. અમે હજુ એ સ્થિતિમાં નથી. તે એમએસ ધોની પર નિર્ભર છે કે તે આગળ શું નિર્ણય લે છે.



વાસ્તવમાં, એમએસ ધોની IPLની ગુજરાત ટાઇટન્સ સામેની પહેલી જ મેચમાં ઇજાગ્રસ્ત થયો હતો. દીપક ચહરના બોલને રોકવાનો પ્રયાસ કરતી વખતે તેણે ડાઈવ લગાવી, તે પછી તરત જ તેણે તેનો પગ પકડી લીધો હતો. જોકે, પાછળથી તે કોઈક રીતે ઊભો થયો અને વિકેટ કીપિંગ ચાલુ રાખ્યું.



CSKના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે એમએસ ધોનીની ઈજા અંગે અપડેટ આપી હતી. તેણે કહ્યું હતું કે આ ટૂર્નામેન્ટ પહેલા પણ ધોનીને ઘૂંટણમાં દુખાવો હતો. તેથી જ ધોની પછીની મેચોમાં ઘૂંટણ પર પટ્ટી બાંધીને રમ્યો હતો. આટલું જ નહીં ઘૂંટણની ઈજાને કારણે માહી નીચલા ક્રમમાં બેટિંગ કરવા ઉતર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application