થ્રી વ્હીલર પ્રકારના વાહનો માટે જી.જે.૦૩.સી.ટી.ગોલ્ડન-સિલ્વર નંબરોના સીરીઝ ઇ-ઓકશન, જી.જે.૦૩.બી.એક્સ. સીરીઝનું રી-ટેન્ડર યોજાશે

  • July 19, 2023 08:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા થ્રી વ્હીલર પ્રકારના વાહનો માટે જી.જે.૦૩.સી.ટી. ગોલ્ડન, સિલ્વર સીરીઝ કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટેનું  ઓકશન તા.૦૧/૦૮/૨૦૨૩ ના રોજ કરવામાં આવશે. પસંદગીના નંબર મેળવવા માટે ઈચ્છુક વાહન માલિકો તેમના વાહનનું ઓનલાઈન http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ઓક્શનમાં ભાગ લઈ શકશે. અરજદારે parivahan.gov.in વેબસાઈટ પર દર્શાવેલ ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરીને fancy number booking પર ક્લિક કરીને આઈ.ડી. બનાવવાનું રહેશે. આઈ.ડી. બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરીને પસંદગીનો નંબર સિલેક્ટ કરી ફી ભરી ત્યારબાદ હરરાજીમાં ભાગ લઈ શકાશે. હરાજીમાં નંબર મેળવ્યા બાદ પાંચ દિવસમાં હરાજીની બાકીની રકમ ભરી આર.ટી.ઓ. કચેરીએથી અપ્રુઅલ લઈ નંબર મેળવી. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે.  
    



પસંદગીના ગોલ્ડન તેમજ સિલ્વર નંબરો મેળવવા માટે તા. ૦૧/૦૮/૨૦૨૩ થી તા.૦૫/૦૮/૨૦૨૩ ઓનલાઈન એપ્લીકેશન કરવાની રહેશે. તા.૦૫/૦૮/૨૦૨૩ થી ૦૭/૦૮/૨૦૨૩ના સાંજે ૦૪ કલાક સુધી ઓનલાઈન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.૦૮/૦૮/૨૦૨૩ના રોજ કચેરીમાં ફોર્મ જમા કરવાનાં રહેશે. થ્રી વ્હીલર પ્રકારના વાહનો માટે જી.જે.૦૩.સી.ટી. ગોલ્ડન-સિલ્વર નંબરોના સીરીઝ ઇ-ઓકશન તથા જી.જે.૦૩.બી.એક્સ. સીરીઝનું રી-ટેન્ડર યોજાશે.
    


વાહન વેચાણ તારીખથી સાત દિવસની અંદર સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજીયાત છે. સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહી. જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application