સોનું નવી ઉંચાઈએ,૬૦૦૦૦ની સપાટી પાર કરી

  • February 02, 2023 11:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બજેટ બાદ ફેડરેલ બેન્કના વ્યાજ દર વધતા બજાર ખુલતાં જ ઉછાળો, રાજકોટમાં ૧૦ ગ્રામ સોનું ૬૦૫૦૦, નવી ખરીદીને બ્રેક




સોનાના ભાવે આજે નવી ઐંચાઈ સર કરી છે. ગઈકાલે બજેટ બાદ સોનાનો ભાવ સતત આગળ વધી રહ્યો છે આજે પણ સવારે માર્કેટ ખુલતા ની સાથે જ ૬૦ હજારની સપાટી સોનાનો ભાવ પાર કરી ગયો હતો. રાજકોટની બજારમાં ૧૦ ગ્રામ સોનાના ભાવ છ૬૦૫૦૦ અને ચાંદીના ભાવ ૭૩,૦૦૦ ની સપાટીએ પહોંચ્યા છે જોકે ચાંદી હજુ તેની ઐતિહાસિક સપાટીથી દૂર છે પણ સોનાના ભાવ ૬૦૦૦૦ ને પાર કરી જતા હવે આ ભાવ આ અઠવાડિયામાં સ્થિર રહે છે કે આગામી સાહમાં નવી રેકોર્ડ બ્રેક સપાટી પાર કરશે? તેના પર સોની વેપારીઓ સાથે ગ્રાહકોની પર મીટ મંડાયેલી છે.





બજેટમાં ઈમ્પોર્ટેડ ડુટીમાં કોઈ ખાસો ઘટાડો ન થતા અને ચાંદીની આયાત ડુટીમાં પણ વધારો કરી દેવાતા જેની ઇફેકટ કાલે બજારમાં જોવા મળી હતી સાથોસાથ ડોલરની સામે પિયો નબળો પડો છે અને ફેડરલ બેંકના વ્યાજ દર આ તમામ પાસાઓના લીધે આજે બજાર શ થતા ની સાથે જ સોનુ સળગ્યું હતું અને ૬૦,૦૦૦ ને પાર કરવી આજનો ભાવ ૬૦ ૫૦૦ ની આજુબાજુ સ્થિર રહ્યો હતો.





બુલિયન વેપારીઓના જણાવ્યા મુજબ, સોનાના ભાવ ની નવી સપાટી સાહના અંતમાં આવી છે એટલે હજુ આ ભાવ આગળ ઐતિહાસિક સપાટીએ પહોંચશે કે કેમ તે આવતા અઠવાડિયા પર જોવા મળશે. હાલમાં ભાવ વધતા ની સાથે જ ખરીદીને બ્રેક લાગી ગઈ છે. કોરોના સમયે ૫૯૦૦૦ એ સોનું પહોંચ્યું હતું. યારે ચાંદી રેકોર્ડ બ્રેક સપાટી ૮૪ હજાર અગાઉ પહોંચી હતી.



યારે ૨૦૨૨ના પ્રથમ ૧૦ મહિનામાં ભાવ . ૪૮,૦૦૦થી પિયા ૫૨,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ પહોંચ્યા હતા. જેનું કારણ છેલ્લા ત્રણ મહિનામાં અમુક વિકસિત બજારોમાં મંદીની વધતી આશંકાઓ અને ગિરાવટ છે. તેમજ ફુગાવામાં ઘટાડો થવાથી વ્યાજદરોમાં વધારો થયો હોવાનું પણ કારણભૂત હોય શકે છે.આ સિવાય સોનાના ભાવમાં ઘરખમ વધારો આ વૈશ્વિક પરિબળો સાથે ઐંચી સ્થાનિક માંગ અને ડોલર સામે પિયાના અવમૂલ્યનને કારણે થયો હોવાનું તથ્ય પ્રકાશમાં આવ્યું છે.




ભારતીય બજારમાં સોનાની મજબૂત માંગ છે. યાં કોવિડ સમયગાળા દરમિયાન લોકો તેમની માંગણીઓ મુલતવી રાખતા હતા, ત્યાં છેલ્લા છ મહિનામાં તે સાં રહ્યું છે. તદુપરાંત, ડોલર સામે પિયો નબળો પડવાથી ભારતમાં સોનાની કિંમતમાં વધારો થાય છે, પરિણામે કિંમતો વધી જાય છે. છે. જેમ જેમ ભાવ વધે છે તેમ તેમ માંગમાં વધારો થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application