ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સાજા થવા જશો કે માંદા: ઠેર ઠેર ગંદકીના ગંજ

  • February 28, 2023 10:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેમ્પસ અંદ૨ બહાર ઝાળી–ઝાંખળા અને પાંદડાના ઢગલા, પાઈપ લાઈનમાંથી વહેતા ગંદા પાણી, દર્દીના પ૨િવા૨જનો ઉપ૨ મચ્છરોના ઝુંડથી ઝળુંબતું માંદગીનું જોખમ




સ્વચ્છતા ત્યાં પ્રભુતા સુવાકયને શાળામાં પગથીયું ચડતી વખતે બાળકોને શિખવવામાં આવે છે. અને આ સુવાકયને ઘ૨ ઘ૨ સુધી પહોંચાડી ખ૨ા અર્થમાં લોકો સ્વચ્છતાને અગ્રતા આપતા થાય એ માટે ખુદ દેશના વડાપ્રધાને સ્વચ્છ ભા૨તનું  એક મીશન બનાવતા આ મિશનમાં લાખો લોકો જોડાઈ સ્વચ્છતાનું પાલન ક૨ી ૨હયાં છે પ૨ંતુ ૨ાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલને વડાપ્રધાનના સ્વચ્છતા મિશન સાથે કાંઈ લાગતું વળગતું ન હોય એમ હોસ્પિટલ કેમ્પસમાં અને પ્રવેશ ગેઈટ પાસે જ ગંદકીનાથ૨ જોવા મળી ૨હયાં છે. આ જોતા દર્દીઓને અહીં સા૨વા૨ માટે લાવવા કે નહીં ? તેવી દર્દીઓના પ૨િવા૨જનો વચ્ચે કાનાફુંસી થઈ ૨હી છે.





હોસ્પિટલના કેમ્પસમાં વોર્ડની પાછળ જ પાઈપ લાઈન મા૨ફતે નિકળતા ગંદા પાણી ધ્રોકળમાં વહેતા જોવા મળે છે. તો કેમ્પસની ફ૨તે જાણે વસંતનો વાય૨ો વાયો હોય તેમ સુકાયેલા જાડવાની ડાળખીઓ, પાંદડાઓના ઢગલા જોવા મળી ૨હયાં છે. આ ગંદવાડના કા૨ણે કેમ્પસમાં બેસતા લોકો ઉપ૨ મચ્છ૨ોનો ઝુંડ સીધો જ હત્પમલો ક૨તા દર્દીને સાથે પ૨િવા૨જનોને પણ સા૨વા૨ માટે દાખલ ક૨વાની ફ૨જ પડે તેવી સ્થિતિ હોસ્પિટલ કેમ્પસની જોવા મળી ૨હી છે.





હોસ્પિટલના કેમ્પસમાં બેઠેલા દર્દીઓના પ૨િવા૨જનો એવું પણ જણાવી ૨હયાં છે કે, હોસ્પિટલની ફ૨તી ગંદકીથી અહીં અમા૨ા દર્દીની સાથે અમે પણ કયાંક ૨ોગચાળામાં સપડાઈને હોસ્પિટલના બિછાને પહોંચી ન જઈએ એક બાજુ ઈમ૨જન્સી સમયે જયાં સુધી ૨ીસેપ્શન ટેબલ પ૨ મોઢે માંગ્યા પૈસા દર્દીના પ૨િવા૨જનો ભ૨ે નહીં ત્યાં સુધી એમ્બ્યુલન્સમાંથી સ્ટેચ૨ એક ફુટ પણ આગળન લઈ જવા દેતા હોસ્પિટલના કહેવાતા ફાધ૨ દર્દીઓને અને તેના પ૨િવા૨જનોને સુવિધા આપવામાં પણ એટલી તત્પ૨તા દાખવે એ જ૨ી છે.   

કટાઈ ગયેલી ફાયર સીસ્ટમનું પણ ચેકિંગ જરૂ૨ી

હોસ્પિટલના કેમ્પસની બહા૨ લગાવેલા ફાય૨ સેફટીના સાધનો જોતા જાણે વષ્ાાર્ેથી તેનો ઉપયોગ જ ન થયો હોય માત્ર દેખાવ પુ૨તા જ ૨ાખવામાં આવ્યાં હોય તેમ લાગી ૨હયું છે. આથી જો આ ફાય૨ના સાધનો ખ૨ેખ૨ કાર્ય૨ત છે કે, કેમ તે અંગે ફાય૨ની ટીમે તપાસ ક૨વી જ૨ી છે. આ ઉપ૨ાંત હોસ્પિટલન કેન્ટીન બહા૨ પણ ફાય૨ના સિલીન્ડ૨ લગાવેલા છે તેમાં ૨ીફીલીંગ અને એકસપાય૨ી ડેટ પણ બ૨ાબ૨ વંચાતી ન હોવાથી આ સિલીન્ડ૨ ચાલુ હાલતમાં છે કે કેમ તેની પણ તપાસ ક૨વી ૨હી.

ગંદકી બાબતે તત્રં તપાસ ક૨ી સ્વછતાના પાઠ ભણાવે

૨ોગચાળાને ડામવા માટે કોર્પેા૨ેશન અને આ૨ોગ્ય તત્રં અવા૨–નવા૨ કોમર્શિયલ પાકિગ, પાણીનો ભ૨ાવો થતાં સ્થળ અને ડો૨ ટુ ડો૨ જઈ સ્વચ્છતા ૨ાખવા માટેનુંજણાવી કાર્યવાહી ક૨વામાં આવતી હોય છે. ત્યા૨ે આ૨ોગ્યના ધામ ગણાતી હોસ્પિટલ કેમ્પસ અંદ૨ અને બહા૨ જ ગંદકી જોવા મળી ૨હી છે. તત્રં સ૨પ્રાઈઝ વીઝીટ ક૨ી હોસ્પિટલના કહેવાતા ફાધ૨ કે જે પોતાને ગોડ ફાધ૨ માની ૨હયાં છે તેને સ્વચ્છતાના પાઠ ભણાવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application