અયોધ્યામાં 22 જાન્યુઆરીની ઝલક 30 ડિસેમ્બરે જોવા મળશે, CM યોગીએ આપ્યા અધિકારીઓને નિર્દેશ

  • December 23, 2023 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં રામલલાનું મંદિર બની રહ્યું છે અને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે. 22 જાન્યુઆરીના આ કાર્યક્રમ માટે અયોધ્યાને અદભૂત રીતે સજાવવામાં આવી રહી છે. જેનું એક સ્વરૂપ 30 ડિસેમ્બરે પણ જોવા મળશે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની મુલાકાત લેશે. 30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના નવા રેલવે સ્ટેશનની સાથે પ્રભુ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ સાથે તેઓ કરોડોના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.

સીએમ યોગીએ અધિકારીઓને અયોધ્યાના ચાર મુખ્ય રસ્તાઓ (રામપથ, ભક્તિપથ, જન્મભૂમિપથ અને ધર્મપથ)ને ફૂલોથી આકર્ષક રીતે સજાવવા સૂચના આપી છે. આ દરમિયાન ફૂટપાથને ફૂલો દ્વારા સુંદર અને મનમોહક રીતે શણગાર કરવો. તેમજ ફૂટપાથ અને રામપથના મુખ્ય વાહન માર્ગની વચ્ચે આકર્ષક રેલિંગ લગાવવી. ચારેય મુખ્ય માર્ગો પર લાઇટિંગ અને રવેશની કામગીરી એક સપ્તાહમાં પૂર્ણ કરવી. જેમાં PWD, સરકારી બાંધકામ નિગમ, વિકાસ સત્તામંડળ અને અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે વધુ સારું સંકલન સ્થાપિત થવું જોઈએ સહિતની ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
​​​​​​​

સીએમ યોગીની સૂચના

સીએમ યોગીએ અધિકારીઓને કહ્યું કે, અયોધ્યાને વર્લ્ડ ક્લાસ ટૂરિસ્ટ સિટી તરીકે જોવામાં આવે. મુખ્યપ્રધાને નિર્દેશ આપ્યો છે કે વડાપ્રધાન મોદીની અયોધ્યાની આગામી મુલાકાત પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના ભવ્ય રિહર્સલ તરીકે યોજવામાં આવે. હાઇવેથી નયાઘાટ તરફ આવતા ધરમપથનું ડેકોરેશન પણ આકર્ષક હોવું જોઈએ અને એરપોર્ટથી નયાઘાટ સુધીના રસ્તાને આકર્ષક ફૂલોથી શણગારવામાં આવે તેવી જ રીતે સુલતાનપુર રોડથી એરપોર્ટ સુધીના ફોરલેન રોડને શણગારવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું છે કે લખનૌ-ગોરખપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અયોધ્યા બાયપાસની રેલિંગને આકર્ષક રંગોથી રંગવામાં આવે અને તેની મધ્યમાં આકર્ષક ફૂલો અને કુંડા વગેરે મૂકવામાં આવે. એનએચઆઈ  બાયપાસ રોડના ડિવાઈડર પર કરવામાં આવી રહેલી સજાવટ વધુ સારી રીતે ચમકતી હોવી જોઈએ. અયોધ્યામાં રસ્તાઓ પર ક્યાંય ધૂળ અને ગંદકી ન દેખાવી જોઈએ. અયોધ્યામાં ફૂલોની વર્ષા કરીને વડાપ્રધાનનું સ્વાગત કરવું જોઈએ. અયોધ્યા એરપોર્ટથી લઈને શહેરના અન્ય સ્થળોએ ગેટ બનાવવો જોઈએ અને તેને વધુ સારી રીતે સજાવવાની વ્યવસ્થા કરવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application