કેદારનાથ ધામમાં બોયફ્રેન્ડને પ્રપોઝ કર્યા બાદ વધી ગય યુવતીની મુશ્કેલી, ચાર-ધામ યાત્રા સમિતિ એક્શન મોડમાં

  • July 04, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલ કેદારનાથ ધામનો એક વિડીયો ખૂબ વાઈરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવતી તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કરતી જોવા મળી રહી છે. આ વિડીયો બાદ સોશિયલ મીડિયા પર કેટલાકે તેને લાઈક કર્યો છે તો કેટલાક લોકોએ તેની આકરી ટીકા કરી છે ત્યારે હવે મંદિર પ્રશાશાનનું રીએક્શન પણ સામે આવ્યું છે.


ચારધામ મહા પંચાયતના ઉપાધ્યક્ષ અને વરિષ્ઠ તીર્થ પુરોહિતે વિશાખાના કેદારનાથ ધામમાં તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કરતા બ્લોગરના વાયરલ વીડિયો પર બદરી-કેદાર મંદિર સમિતિ (BKTC)ને દોષી ઠેરવ્યો છે. બીજી તરફ બદરી-કેદાર મંદિર સમિતિએ કેદારનાથ પોલીસ ચોકીને પત્ર મોકલીને આ પ્રકારની યુટ્યુબ, શોર્ટ અને ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવનારાઓ પર નજર રાખીને કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે, જેથી કોઈ ધાર્મિક ભાવનાઓને ઠેસ ના પહોચાડે.


વાસ્તવમાં કેદારનાથ ધામમાં રાઇડર ગર્લ વિશાખાનો તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કરવાનો અને તેને વીંટી પહેરાવીને ગળે લગાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, ત્યારથી લોકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક આ વીડિયોમાં સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે તો કેટલાક કરોડો હિન્દુઓની આસ્થા સાથે રમત જણાવી રહ્યા છે. હવે ચારધામ મહાપંચાયતના ઉપાધ્યક્ષ અને વરિષ્ઠ યાત્રાધામના પૂજારી સંતોષ ત્રિવેદીએ આ વીડિયોને લઈને નિવેદન જાહેર કર્યું છે.


યાત્રાધામના પૂજારી સંતોષ ત્રિવેદીએ જણાવ્યું કે, કેદારનાથ ધામનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ક્યારેક મંદિરના ગર્ભગૃહમાં પૈસા ઉડાડવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તો કોઈ મંદિરની સામે ગળે લગાવીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યો છે. તેમણે કહ્યું કે જે પણ ભક્તો કેદારનાથ આવી રહ્યા છે અને વીડિયો અને રીલ બનાવી રહ્યા છે, તેમાં તેમની ભૂલ નથી. આ માટે બદરી-કેદાર મંદિર સમિતિ જવાબદાર છે. મંદિર સમિતિનું કોઈ સંચાલન નથી. જેના કારણે આવી ઘટનાઓ સામે આવી રહી છે.


સંતોષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મંદિરની આસપાસ મંદિર સમિતિ દ્વારા આવું કોઈ બોર્ડ લગાવવામાં આવ્યું નથી, જેથી અહીં કોઈએ ધાર્મિક લાગણીઓ સાથે રમત ન કરવી જોઈએ. મંદિર સમિતિએ કેદારનાથ ધામમાં આવા બોર્ડ લગાવવા જોઈએ, જેથી કોઈ અહીં આવીને આવી હરકતો ન કરે. તેમણે કહ્યું કે કેદારનાથ મંદિરની સામે મોટા QR કોડ બોર્ડ લગાવવામાં આવ્યા હતા, જેના પર ભક્તોએ આંગળીઓ ઉંચી કરી હતી. તેના કરતાં મંદિર સમિતિએ આવા બોર્ડ લગાવ્યા હોત, જેથી મંદિરની ગરિમા જળવાઈ રહે અને કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ ન પહોંચે.


બ્લોગર વિશાખાના પ્રપોઝનો વીડિયો વાયરલ થયા બાદ બદરી-કેદાર મંદિર સમિતિ પણ એક્શનમાં આવી ગઈ છે. સમિતિના એક્ઝિક્યુટિવ ઓફિસર રમેશ ચંદ્ર તિવારીએ કેદારનાથ પોલીસ ચોકીને પત્ર લખીને આવા યુટ્યુબ, શોર્ટ અને રીલ બનાવનારાઓ પર નજર રાખવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે કેદારનાથ મંદિર વિસ્તારમાં કેટલાક લોકો ધાર્મિક ભાવનાઓની વિરુદ્ધ યુટ્યુબ શોર્ટ્સ અને રીલ બનાવી રહ્યા છે, જેના કારણે શ્રદ્ધાળુઓની સાથે દેશ-વિદેશમાં રહેતા હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે.


કેદારનાથ મંદિર વિસ્તારમાં ધાર્મિક લાગણીઓ વિરુદ્ધ યુટ્યુબ શોર્ટ, વિડિયો, ઈન્સ્ટાગ્રામ રીલ બનાવનારાઓ પર કડક નજર રાખીને જરૂરી કાર્યવાહી કરવી જોઈએ, જેથી આ પ્રકારનું કૃત્ય ન થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application