રાજકોટના સોની વેપારી પાસેથી તેનો જુના ગ્રાહક જ સોનાના બે ચેઈન ઘરે બતાવી પરત આવું છું, કહી રૂ.3.70 લાખના દાગીના લઈ ફરાર થઈ ગયો હતો.જે અંગે વેપારીએ ફરિયાદ નોંધાવી છે.આ શખસ થોડા દિવસ પૂર્વે જ જેતપુરમાં વેપારી પાસેથી છેતરપિંડીથી રૂ.૮.૮૪ લાખની સોનાની લગડી પડાવી લીધી હતી.જે અંગે ફરિયાદ થયા બાદ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો.
છેતરપિંડીના આ બનાવ અંગે રાજકોટમાં ગુંદાવાડી મેઈન રોડ પર એન.આર.જવેલર્સની ઉપર રહેતાં સંજયભાઈ નીતિનભાઈ રાઘનપુરા (ઉ.વ.41) એ ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કશ્યપ કિશોર રામાણી (રહે. કોઠારીયા ગામ, છપર હનુમાનજી મંદિર પાછળ) નું નામ આપતાં ભક્તિનગર પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તેઓએ કાર્યવાહી હાથ ધરી હતી.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પોતાના ઘર નીચે જ એન.આર.જવેલર્સ નામનો સોનાનો શોરૂમ ધરાવી વેપાર કરે છે. આરોપી કશ્યપ તેમનો જૂનો ગ્રાહક હોવાથી ફરીયાદી તેમને લાંબા સમયથી ઓળખે છે. દરમિયાન આરોપી ગઈ તા.01-03 ના શો રૂમ પર આવ્યો હતો અને તેમને સોનાના બે ચેઇન લેવાં છે તેમ કહ્યું હતું. જેથી ફરીયાદીએ 22 કેરેટના બે સોનાના ચેઈન વજન 46.230 ગ્રામ રૂ.3.70 લાખના દાગીના તેને બતાવ્યાં હતાં.
બાદમાં આરોપીએ તે સોનાના ચેઈન ઘરે બતાવવા લઈ જવા છે અને અડધી કલાકમાં પરત આવું છું તેમ કહી ફરિયાદીને વિશ્વાસમાં લીધાં હતાં. તે સોનાના દાગીના લઈ ઘરે ગયો બાદ આજ સુધી પરત ન આવી છેતરપીંડી આચરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી પીએસઆઈ પી.એસ.ગોહિલ આ મામલે વિશેષ તપાસ ચલાવી રહ્યા છે.
અત્રે ઉલ્લખેનીય છે કે, રાજકોટના સોની વેપારી સાથે છેતરપિંડી કરનાર આરોપી કશ્યપ રામાણી સામે થોડા દિવસ પુર્વે જ જેતપુરમાં પણ છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. અહીં તે સોની વેપારીની દુકાને જઇ સોનાની લગડી લેવી છે તેમ કહી ૫૦ હજાર એડવાન્સ આપ્યા હતાં.બાદમાં લગડી આપવા માટે જીમખાના પાસે બોલાવી રૂ.૮.૮૪ લાખની સોનાની લગડી લઇ કારમાં પૈસા છે આપુ તેમ કહી ફોનમાં વાત કરતા કરતા છુમંતર થઇ ગયો હતો.જે અંગે ફરિયાદ થયા બાદ જેતપુર પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.ત્યારે આ શખસ સામે વધુ એક ફરિયાદ થતા તેણે આ પ્રકારે અન્ય કેટલાક વેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી હોવાની શંકા સેવાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech