હવામાન ખાતાની આગાહી મુજબ, સાઇકલોનિક સર્ક્યુલેશન તેમજ ઓફશોર ટ્રફને કારણે સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર ઉપર કમોસમી વરસાદ ગઈકાલે સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યો હતો, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના કુલ 90માંથી 70 તાલુકામાં ઝાપટાથી માંડીને ત્રણ ઇંચ સુધીનો કમોસમી વરસાદ પડી જવા પામ્યો છે, આ કસમયના વરસાદને કારણે ખેડૂતોના ઉનાળુ મગફળી, તલી, જુદાજુદા કઠોળ તેમજ જુવાર બાજરીના પાકને નુકસાન થવાની પીધી સેવાય રહી છે.
આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના બાર જિલ્લાઓના ૭૦ તાલુકાઓમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ, સૌથી વધુ ભાવનગરમાં ત્રણ ઇંચ અને જિલ્લામાં ઘોઘા ગારીયાધાર પાલીતાણામાં એક થી પોણા બે ઇંચ જ્યારે સિહોર જેસર અને તળાજામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જુનાગઢ શહેર તાલુકામાં દોઢ ઇંચ જ્યારે જિલ્લાના વંથલી ભેસાણ મેંદરડા કેશોદ અને માળીયા હાટીના પંથકમાં એક થી સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લામાં બગસરા સાવરકુંડલા ધારી જાફરાબાદ અને ખાંભા પંથકમાં એક થી પોણા બે ઇંચ જ્યારે બાબરા કુંકાવાવ વડીયા લીલીયા પંથકમાં પોણો ઈંચ અને રાજુલા,લાઠી પંથકમાં ઝાપટા પડ્યા હતા.
જામનગરમાં પોણો ઇંચ, જ્યારે જામજોધપુરમાં બે ઇંચ અને લાલપુર ધ્રોલ પંથકમાં ઝાપટા વરસ્યા હતા. દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને કલ્યાણ પુરૂ પંથકમાં દોઢથી પોણા બે ઇંચ કમોસમી વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથ જિલ્લામાં ઉના ગીર ગઢડા અને કોડીનારમાં એક થી પોણા બે ઇંચ તાલાલા સુત્રાપાડા વેરાવળ પાટણમાં ઝાપટા થી માંડીને પોણો ઈંચ કમોસમી વરસાદ પડ્યો હતો.
રાજકોટ જિલ્લામાં ધોરાજી દોરી જામકંડોરણા ઉપલેટામાં એકી જ્યારે જેતપુર પડધરી ગોંડલ કોટડા જસદણ રાજકોટ શહેર લોધિકા પંથકમાં ઝાપટા થી માંડીને પોણો ઇંચ કમોસમી વરસાદ પડી જવા પામ્યો છે. સુરેન્દ્રનગરમાં લીંબડી ચોટીલામાં એક ઇંચ વઢવાણ થાનગઢ દસાડા મુળી સાયલામાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ, પોરબંદરમાં એક એક અને રાણાવવામાં જ આપતા વર્ષ થયા હતા. બોટાદના ગઢડા માં એક ઇંચ જ્યારે બોટાદ બરવાળા રાણપુરમાં ઝાપટા, કચ્છના ભુજમાં એક ઇંચ અને માંડવી, ગાંધીધામમાં ઝાપટા, જ્યારે મોરબી શહેરમાં પણ હોય છે અને માળીયા મીયાણા હળવદ ટંકારા વાકાનેર પંથકમાં ઝાપટા થી માંડીને અડધો ઇંચ કમોસમી વરસાદ નોંધાયો હતો.
આજે સવારે પણ આકાશ વાદળછાયુ રહ્યું હતું પરંતુ દસ વાગ્યા સુધીમાં કોઈ સ્થળે કમોસમી વરસાદના વાવડ મળ્યા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસમગ્ર ભાવનગર જિલ્લામાં છવાયો અંધારપટ્ટ
May 08, 2025 03:43 PMસોનું ફરી તૂટયું: ૨૪ કેરેટ સોનાનો ભાવ ૧ હજાર ઘટીને ૯૯,૭૦૦
May 08, 2025 03:40 PMપોરબંદરમાં ૧૯૬૫ના યુધ્ધના દસ્તાવેજી પુરાવાએ જૂની યાદ કરી તાજી
May 08, 2025 03:40 PMરાણાવાવમાં ભાજપના આગેવાનોએ પ્રબુધ્ધ નાગરિકો સાથે કર્યો સંવાદ
May 08, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech