જીડીપી ગ્રોથમાં આવશે ઘટાડો, 4.6 ટકા રહેવાનો અંદાજ, એસબીઆઈ

  • February 22, 2023 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાણાકીય વર્ષ 2022-23 ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન આર્થિક વૃદ્ધિ દર 4.6 ટકા રહેવાનો અંદાજ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્ય કાંતિ ઘોષે કહ્યું કે નાણાકીય વર્ષ 2022-23માં ભારતનો જીડીપી 7 ટકા રહી શકે છે, જે અગાઉ 6.8 ટકા રહેવાનો અંદાજ હતો.


એસબીઆઈના અર્થશાસ્ત્રીઓએ ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 4.6 ટકા રહેવાની આગાહી કરી છે. તેમનું માનવું છે કે 30 ઉચ્ચ ફ્રીક્વેન્સી ઇન્ડીકેટર્સ છે જે અગાઉના ક્વાર્ટર જેટલા મજબૂત નથી. જો કે, આ હોવા છતાં, એસબીઆઈનો અંદાજ ના 4.4 ટકાના અંદાજ કરતા વધારે છે. રિપોર્ટ અનુસાર જીડીપીના નીચા અંદાજ માટે નબળા કોર્પોરેટ પરિણામો પણ જવાબદાર છે. ડેટા અનુસાર, કંપ્નીઓનો ઓપરેટિંગ નફો માત્ર 9 ટકાના દરે વધ્યો છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 18 ટકાના દરે વધ્યો હતો. એસબીઆઈના રિપોર્ટ અનુસાર, વેચાણમાં 15 ટકાનો ઉછાળો હોવા છતાં નફામાં 16 ટકાનો ઘટાડો થયો છે.


સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું હતું કે સમગ્ર નાણાકીય વર્ષ માટે જીડીપી અગાઉના 6.8 ટકાના અંદાજ કરતાં 7 ટકા વધુ હોઈ શકે છે. તેમણે કહ્યું કે એવી અપેક્ષા છે કે સરકાર નાણાકીય વર્ષ 2019-20, નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22ના જીડીપીના આંકડાઓની સમીક્ષા કરી શકે છે. આ સાથે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અને બીજા ક્વાર્ટરના જીડીપીના આંકડાઓની પણ સમીક્ષા કરવામાંઆવશે, જેના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીનો આંકડો વધી શકે છે.

અગાઉ, ઇન્ડિયા રેટિંગ્સે તેના અહેવાલમાં કહ્યું હતું કે 2023-24માં ભારતની જીડીપી માત્ર 5.9 ટકા રહી શકે છે, જે તમામ અંદાજોની તુલનામાં ખૂબ જ ઓછી છે. જોકે, ઈન્ડિયા રેટિંગ્સે જણાવ્યું હતું કે સરકારના મૂડીખર્ચ માટેના વધેલા બજેટથી લઈને કોર્પોરેટ્સના દેવુંમાં ઘટાડો,એઙ્ગઙ્કીઆઈ અને ઙ્કીએલઆઈ સ્કીમમાં ઘટાડો અને કોમોડિટીના ભાવમાં ઘટાડો ભારતીય અર્થતંત્ર માટે સકારાત્મક છે. જો કે, 2023-24માં જીડીપીને 6 ટકાથી આગળ લઈ જવા માટે આ પૂરતું નથી.
રિપોર્ટ અનુસાર એવું લાગે છે કે કાચા માલની ઊંચી કિંમતને કારણે કંપ્નીઓનું માર્જિન દબાણ હેઠળ છે. નાણાકીય સેવા કંપ્નીઓને બાદ કરતાં લગભગ 3,000 લિસ્ટેડ કંપ્નીઓના પરિણામોમાં આ પ્રતિબિંબિત થાય છે. નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટરમાં માર્જિન ઘટીને 11.9 ટકા થયું, જે નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ક્વાર્ટરમાં 15.3 ટકા હતું. તેનાથી ત્રીજા ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વૃદ્ધિ દર ઘટી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application