જામનગર ફાયર બ્રિગેડને વધુ સજ્જ કરવા આવ્યા ચાર વાહન

  • February 23, 2023 11:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ તંત્રને વધુ સુસજ્જ બનાવવા માટે જામનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે, અને પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ હેઠળ નવા સાત વાહનો રૂપિયા સાડા ત્રણ કરોડના ખર્ચે ખરીદવામાં આવી રહ્યા છે, જે પૈકીના બે રેસક્યુ વેન અને બે કમાન્ડિંગ કાર સહિતના ચાર વાહનો ની આજે જામનગરપાલિકાના ફાયર બ્રિગેડ માં એન્ટ્રી થઈ ગઈ છે. જ્યારે એક ક્રેઇન સહિતના અન્ય ત્રણ વાહનોની રાહ જોવાઈ રહી છે.


જામનગર શહેરના નાના મોટા શેરી ગલી સહિતના વિસ્તારોમાં ફાયર શાખાની ટુકડીને ઝડપભેર પહોંચાડવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવા અત્યાધુનિક એવા બે મીની રેસ્ક્યુ વેન કે જે બોલેરો માં બનાવાયેલા છે, જેમાં ફાયરના જરૂરી સાધનો ની કીટ લગાવાયેલી છે, અને ફાયર નો સ્ટાફ તુરંત પહોંચીને તરત બચાવ અને રાહતની કામગીરી કરી શકે, તે પ્રકારેની સુવિધાયુક્ત વાહનો જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાને પ્રાપ્ત થયા છે.


ઉપરાંત બે પાયલોટિંગ કાર સાથેના વાહનો પણ ઉપલબ્ધ કરાવાયા છે, જેમાં ડ્રાઇવર સહિત પાંચ ફાયરના જવાનો બેસીને તુરંત ઘટના સ્થળે પહોંચી શકે, તેવા સુવિધા યુક્ત વાહનોની પણ ફાયર શાખામાં એન્ટ્રી થઈ છે.


નવ હજાર લિટરની પાણીની કેપીસીટી સાથેનું અન્ય એક વેન તથા ક્રેઇન સહિતના અન્ય ત્રણ વાહનોનો ઓર્ડર અપાઇ ચૂક્યો છે, અને તે અધ્યાધુનિક વાહનો પણ ટૂંક સમયમાં જામનગર આવી પહોંચશે, જેથી જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ તંત્રને સમયસર અને ગીચ વિસ્તારમાં પણ રેસ્ક્યુ કામગીરી કરવામાં સરળતા રહે, તેવી સુવિધાઓ પ્રાપ્ત કરી દેવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application