પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ પંચતત્વમાં ભળી ગયા છે. તેમના વતન ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પુત્ર સુખબીર સિંહ બાદલે અંતિમ સંસ્કાર કર્યા. અંતિમ સંસ્કાર પહેલા સુખબીર બાદલ પિતાના મૃતદેહને ગળે લગાવીને રડવા લાગ્યા હતા. પ્રકાશ સિંહ બાદલના અંતિમ સંસ્કારમાં પોલીસની વિશેષ ટુકડીએ અંતિમ સલામી આપી હતી.વાસ્તવમાં તેમના પૈતૃક ગામમાં કિન્નૂના બગીચાના ખેતરમાં સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાજ્યપાલ સહિત અનેક દિગ્ગજો અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.
95 વર્ષના વરિષ્ઠ નેતા અને અકાલી દળના પૂર્વ અધ્યક્ષ પ્રકાશ સિંહ બાદલનું 25 એપ્રિલની રાત્રે નિધન થયું હતું. તેમને 18 એપ્રિલે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રકાશ સિંહ બાદલને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી
મંગળવારે રાત્રે પ્રકાશ સિંહ બાદલના નિધન બાદ, બીજા દિવસે એટલે કે બુધવારે અંતિમ દર્શન માટે ચંદીગઢના સેક્ટર 28 સ્થિત અકાલી દળના કાર્યાલયમાં પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો. 26 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પહોંચીને અંતિમ દર્શન કર્યા હતા. વડાપ્રધાન મોદી ઉપરાંત હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, વિધાનસભા અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તા, પૂર્વ સીએમ ઓમપ્રકાશ ચૌટાલા, પૂર્વ મુખ્યમંત્રી રાજીન્દર કૌર ભટ્ટલ, સુનીલ જાખર સહિત ઘણા નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી.
તેમની છેલ્લી ઈચ્છા લાંબા વિધાનસભા બેઠક પરથી 11મી વખત ચૂંટણી જીતીને પંજાબ વિધાનસભામાં પહોંચવાની હતી, પરંતુ તેમની છેલ્લી ઈચ્છા પૂરી થઈ શકી નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMધોનીએ સલમાન ખાન સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 43મો બર્થ ડે, જુઓ વિડીયો
July 07, 2024 11:53 AM'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech