ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાનો આજથી પ્રારંભ: તા.૨૦ જાન્યુઆરી અંતિમ મુદત

  • January 06, 2023 11:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બોર્ડની પરીક્ષાનો માહોલ શ થઈ ગયો છે ત્યારે આજથી ગુજકેટની પરીક્ષા માટેના ફોર્મ ભરવાનો પ્રારભં થયો છે. સાયન્સ ગ્રુપના વિધાર્થીઓ ગુજકેટની પરીક્ષા ના ફોર્મ આજથી લઈ તારીખ ૨૦ જાન્યુઆરી સુધી ભરી શકશે. થોડા દિવસ પહેલા જ ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ ગુજરાત શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્રારા જાહેર કરવામાં આવ્યો હતો જેની સાથે ગુજકેટ ના ફોર્મ ભરવાની તારીખ પણ બોર્ડે જાહેર કરી હતી. આ પરીક્ષાના ફોર્મ ભરતી વખતે વિધાર્થીઓએ ખાસ તકેદારી રાખવી, જો ફોર્મ ભરવામાં ક્ષતિ રહી જાય તો આખું વરસ વિધાર્થીઓ માટે બગડે છે.





ઈજનેરી અને ડિગ્રી કોર્સમાં જવા માંગતા વિધાર્થીઓ આજથી ગુજકેટ પરીક્ષાના ફોર્મ વિધાર્થીઓ ભરી શકશે. ૨૦ જાન્યુઆરી સુધી ગુજકેટ પરીક્ષાના ફોર્મ ભરવાના રહેશે. વેબસાઈટ .લતયબ.જ્ઞલિ  અને લીષભય www.gseb.org પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ગુજકેટ એકઝામ રજીસ્ટ્રેશન ૨૦૨૩માં જઈ વિધાર્થીઓએ જરી માહિતી દાખલ કરવાની રહેશે.





ધોરણ ૧૨ પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેવા માટે વર્ષ ૨૦૧૭થી કોમન એન્ટ્રેસ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. જેથી આ વર્ષે રાયમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ–એ, ગ્રૂપ–બી અને ગ્રૂપ એ, બી ના વિધાર્થીઓની ગુજકેટની પરીક્ષા આપતા હોય છે.



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્રારા એન્જિનિયરિંગ, ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા એ,બી  અને એબી ગ્રૂપના એચએસસી વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)–૨૦૨૩ની પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ .. પર મૂકવામાં આવશે. ગુજકેટ–૨૦૨૩ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ .લતયબ.જ્ઞલિ તથા લીષભય.િંલતયબ.જ્ઞલિ પરથી તા.૬થી ૨૦ જાન્યુઆરી દરમિયાન ઓનલાઈન ભરી શકાશે.


ગુજકેટની પરીક્ષા ફી .૩૫૦ ઓનલાઈન અથવા એસબીઆઈ બ્રાંચ પેમેન્ટ ઓપ્શન દ્રારા દેશની કોઈપણ બ્રાંચમાં ભરી શકાશે. જેની શાળાના આચાર્યેાવાલીઓએ તથા વિધાર્થીઓએ નોંધ લેવા શિક્ષણ બોર્ડના નાયબ નિયામક એ પરિપત્ર જાહેર કર્યેા છે. ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા માટે ગુજકેટની પરીક્ષા આપતા હોય છે. રાયના શિક્ષણ વિભાગે આગામી ૨૦મી જાન્યુઆરી સુધી ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવા પરિપત્ર કર્યેા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application