Video : લ્યો બોલો, સલમાન ખાન માટે અભિનેત્રીએ રાખી માનતા, જ્યાં સુધી લગ્ન નહી કરે ત્યાં સુધી નહી પહેરે ચપ્પલ

  • July 04, 2023 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ડ્રામા ગર્લ રાખી સાવંત તેના સ્પષ્ટવક્તા નિવેદનો અને રમૂજ માટે જાણીતી છે. તે ઘણીવાર પાપારાઝી સાથે વાત કરતી જોવા મળે છે અને તેની હરકતોથી બધાને હસાવતી રહે છે. તે તરત જ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. રાખી સાવંત હાલમાં જ એરપોર્ટ પર જોવા મળી હતી. જ્યાં તે ખુલ્લા પગે જોવા મળી હતી. તેણે સલમાન ખાનના લગ્ન માટે મન્નત માંગી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


વીડિયોમાં રાખીએ બ્લેઝરથી માથું ઢાંકેલું જોવા મળે છે. રાખીએ ગુલાબી રંગના બ્લેઝરથી માથું ઢાંક્યું છે અને તે ખુલ્લા પગે ચાલતી જોવા મળે છે. રાખી કહે છે – મેં એક વ્રત રાખ્યું છે. હું સલમાન ભીના ખાન સાથે લગ્ન માટે શ્રીલંકા અને દુબઈથી ચપ્પલ વગર આવી છું.

યૂઝર્સ રાખીના વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- તો તો હવે મૃત્યુ સુધી નહી પહેરી શકાય. જ્યારે એકે લખ્યું- રાખી પાગલ થઈ ગઈ છે.

તાજેતરમાં જ રાખીએ આદિલથી છૂટાછેડા લેવાના કારણે બ્રેકઅપ પાર્ટીનું આયોજન કર્યું હતું. વાયરલ વીડિયોમાં રાખી લાલ લહેંગા પહેરીને ડાન્સ કરતી જોવા મળી હતી. તે પોતાની ખુશી વ્યક્ત કરતી જોવા મળી હતી. તેણે કહ્યું હતું કે હું આખરે છૂટાછેડા લઈ રહી  છું અને આ મારી બ્રેકઅપ પાર્ટી છે. લોકો દુખી છે પણ હું ખુશ છું.


રાખી સાવંતના લગ્ન આદિલ ખાન સાથે થયા હતા. લગ્ન બાદ તેણે આદિલ પર ઘણા આરોપો લગાવ્યા હતા, જે બાદ 7 ફેબ્રુઆરીએ તેની ધરપકડ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application