સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દિલ્હી સરકાર એક્શનમાં, આ અધિકારીને સર્વિસ સેક્રેટરીના પદ પરથી હટાવ્યા

  • May 11, 2023 06:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટે પોતાના એક આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે દિલ્હીમાં અસલી હકદાર ચૂંટાયેલી સરકાર છે. આ નિર્ણય બાદ સીએમ કેજરીવાલે મીડિયા સાથે વાત કરી અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે આ નિર્ણયને પોતાની સૌથી મોટી જીત ગણાવી. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટનો આદેશ ઘણી રીતે ઐતિહાસિક આદેશ છે.


સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દિલ્હીની કેજરીવાલ સરકાર તાત્કાલિક એક્શનમાં આવી ગઈ છે. સુપ્રીમ કોર્ટના ટ્રાન્સફર-પોસ્ટિંગના નિર્ણય પછી તરત જ પહેલું પગલું લેતાં દિલ્હી સરકારે આશિષ મોરેને સર્વિસ સેક્રેટરીના પદ પરથી હટાવી દીધા છે. દિલ્હી સરકારના સેવા વિભાગના મંત્રી સૌરભ ભારદ્વાજે સેવા સચિવને બદલવાના આદેશ જારી કર્યા છે. આદેશમાં આશિષ મોરેને સર્વિસ સેક્રેટરીના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application