ગોંડલ રોડ પર ઇલેકટ્રોનિકસની દુકાનમાંથી રૂા.૫૮ હજારની કિંમતના પાંચ એસીની ચોરી

  • January 05, 2023 10:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સવારે ફેરિયો છાપુ નાખવા આવતા શટર તુટેલું હોય માલિકને જાણ કરતા ચોરી થયાનો માલુમ પડયું: બાઇકમાં બે શખસો એસી લઇ જતાં નજરે પડયા




શહેરના ગોંડલ રોડ પર શિવધારા પાર્કમાં રાત્રીના બધં દુકાનને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી .૫૮ હજારની કિંમતના પાંચ એસી ચોરી કરી ગયા હતાં.સવારે ફેરીયો છાપુ નાખવા આવતા દુકાનનું શટર તુટેલું હોય તેણે દુકાનમાલિકને જાણ કરતા બાદમાં દુકાન માલિકે તપાસ કરી ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે સીસીટીવી ફટેજના આધારે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.




ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,શહેરના ઢેબર રોડ પર સ્વામીનારાયણ ગુકુળની સામે મનસા તિર્થ એપાર્ટમેન્ટમાં રહેતા રાજનભાઇ વિજયભાઇ ખિરૈયા(ઉ.વ ૩૮) નામના યુવાને ચોરીની આ ઘટના અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યું હતું કે,તેને ગોંડલ સર્વિસ રોડ પર આવેલા શિવધારા પાર્ક પ્લોટ નં.૪ લિત પાપડ પાસે શિવાય ઇલેકટ્રોનિકસ નામની દુકાન આવેલી છે.





ગત તા. ૨૧ ના રાત્રીના દુકાન બધં કરી તેઓ ઘરે ગયા બાદ તા.૩૧ ના સવારના સાડા છ વાગ્યા આસપાસ તેમની દુકાને છાપુ નાખવા આવતા ફેરીયાએ યુવાનને તમારી દુકાનનું શટર તુટેલું છે તવી વાત કરતા યુવાન તાકીદે દુકાને પહોંચ્યો હતો.અહીં આવી જોતા દુકાનમાંથી .૫૮ હજારની કિંમતના પાંચ એસીની ચોરી થઇ ગઇ હોવાનું માલુમ પડયું હતું.જેથી તેમણે આ અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે સીસીટીવી ફુટેજ ચકાસતા કોસ વડે દુકાનનું શટર તોડયા બાદ બાઇક પર બે શખસો એસી લઇ જતા નજરે પડયા હતાં.જેથી પોલીસે આ ફટેજના આધારે ચોરી કરનાર આ શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application