રાજ્યમાં પ્રથમ વખત જામનગરની સરકારી એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં સેન્ટ્રલ એસી રીડિંગ રૂમની સરકાર દ્વારા સુવિધા ઉપલબ્ધ

  • September 11, 2023 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાએ શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજના રીડિંગ રૂમનું ઉદ્ઘાટન કર્યું

ગુજરાતની કોઈ સરકારી મેડિકલ કોલેજમાં પ્રથમ વખત સેન્ટ્રલ એસી રીડિંગ રૂમની સરકાર દ્વારા સુવિધા ઉપલબ્ધ કરાવાઈ

200 વિધ્યાર્થીઓની ક્ષમતાના રીડિંગ રૂમમાં વર્ચ્યુઅલ લાઇબ્રેરી તથા અધ્યતન પુસ્તકાલય ઉપલબ્ધ

જામનગરની શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે નિર્માણ પામેલ રીડિંગ રૂમનું રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે કોલેજ ખાતે અધ્યતન રીડિંગ રૂમની સુવિધા થકી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં સરળતા રહેશે. 

શ્રી એમ. પી. શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગર ખાતે હાલ ૧૫૦૦ જેટલા MBBSના વિદ્યાર્થીઓ તથા ૫૦૦ જેટલા PGના વિધાર્થીઓ અભ્યાસ કરે છે. તેઓના અભ્યાસ માટે હાલ સંસ્થા ખાતે ૨૦૦ની ક્ષમતાના ૨ રીડીંગ રૂમ જૂની કોલેજ બિલ્ડીંગમાં તથા ૩૦૦ની ક્ષમતાનો એક રીડીંગ રૂમ નવી કોલેજ બિલ્ડીંગમાં એમ કુલ ૭૦૦ની ક્ષમતાના રીડીંગ રૂમ ઉપલબ્ધ છે. તથા સંસ્થા ખાતે ૨૦૦ની ક્ષમતાવાળું પુસ્તકાલય પણ ઉપલબ્ધ છે.

વિદ્યાર્થીઓની જરૂરિયાતને અનુલક્ષીને રીડીંગ રૂમની ક્ષમતા વધારવી અત્યંત જરૂરી હોવાથી ગત મેડીકલ કોલેજ ડેવલોપમેન્ટ સોસાયટીની મીટીંગમાં તમામ અધિકારીઓ તથા પદાધિકારીઓની ઉપસ્થિતિ માં ૨૦૦ની ક્ષમતાવાળુ એક રીડીંગ રૂમ મંજુર કરાવવામાં આવેલ. આ રીડીંગ રૂમ સેન્ટ્રલ ACની વ્યવસ્થા સાથે ગુજરાતની સરકારી મેડીકલ કોલેજમાં અત્રેની સંસ્થામાં પ્રથમ ઉપલબ્ધ થયેલ છે. જેને સંલગ્ન વર્ચુઅલ લાઇબ્રેરી તથા ૨૦૦ની ક્ષમતાવાળું અધ્યતન પુસ્તકાલય ઉપલબ્ધ છે.

આ પ્રસંગે મંત્રી સાથે ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, અગ્રણી ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણીયા એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઇ, જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.દિપક તિવારી, ડો.ચેટરજી તેમજ અન્ય ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા....




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application