ઇન્દિરા સર્કલ પાસે આવેલા પિઝા કન્ટ્રીમાં આગ લાગી

  • June 15, 2023 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વાવાઝોડા અને વરસાદના આ માહોલ વચ્ચે શહેરના ઇન્દિરા સર્કલ પાસે આવેલા કોમ્પ્લેકસમાં પહેલા માળે આવેલી પીઝા કન્ટ્રી નામની દુકાનમાં આજરોજ સવારના સુમારે આગ ભભૂકી ઊઠી હતી જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના સાથે તાકીદે અહીં પહોંચી આગ ઓલવી નાખી હતી.




જાણવા મળતી વિગતો મુજબ ઇન્દિરા સર્કલ પાસે સવારે ૧૦:૩૦ વાગ્યા આસપાસ પીઝા કન્ટ્રી નામની રેસ્ટોરન્ટમાં આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડની ટીમ તાકીદે અહીં પહોંચી હતી. અહીં કિચનમાં ગેસ સિલિન્ડર લીકેજ થવાના લીધે આગ લાગી હોવાનું ધ્યાને આવ્યું હતું. ફાયરની ટીમે તાકીદે પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાખી હતી તેમજ રેસ્ટોરન્ટમાં રહેલ ગેસના છ ભરેલા સિલિન્ડર અને બે ખાલી સિલિન્ડર પણ દૂર ખસેડા હતા. આગની આ ઘટનામાં દુકાનમાં સામાન બળી ગયો હોય તેમજ સામાન્ય નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application