પ્રિયંકા ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓ સામે 41 જિલ્લાઓમાં FIR, જાણો શું છે સમગ્ર મામલો

  • August 13, 2023 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના ટ્વીટથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ મામલે કાર્યવાહી કરતા ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલે હવે 41 જિલ્લામાં એફઆઈઆર દાખલ કરી છે. બીજેપીના લીગલ સેલે માત્ર પ્રિયંકા જ નહીં પરંતુ કોંગ્રેસના એમપી યુનિટના ચીફ કમલનાથ સામે પણ એફઆઈઆર નોંધાવી છે.

પ્રિયંકા ગાંધીએ શુક્રવારે ટ્વિટર પર દાવો કર્યો હતો કે મધ્યપ્રદેશના કોન્ટ્રાક્ટરોના સંગઠને હાઈકોર્ટના 'ચીફ જસ્ટિસ'ને પત્ર લખીને ફરિયાદ કરી છે કે તેમને 50 ટકા કમિશન આપ્યા પછી જ પગાર મળે છે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે, "કર્ણાટકની ભ્રષ્ટ ભાજપ સરકાર 40 ટકા કમિશન લેતી હતી. મધ્યપ્રદેશની ભાજપ સરકાર ભ્રષ્ટાચારનો પોતાનો જ રેકોર્ડ તોડીને આગળ વધી ગઈ છે. કર્ણાટકની જનતાએ 40 ટકા કમિશનની સરકારને બહાર ફેંકી દીધી છે. મધ્યપ્રદેશના લોકો 50 ટકા કમિશન વાળી સરકારને સત્તા પરથી હટાવી દેશે."

આ mamalevભોપાલ, ઈન્દોર, ગ્વાલિયર સહિત 41 જિલ્લામાં FIR નોંધવામાં આવી છે. કહેવામાં આવ્યું હતું કે પ્રિયંકા અને કમલનાથ વિરુદ્ધ ભોપાલ, ઈન્દોર, ગ્વાલિયર સહિત 41 જિલ્લામાં FIR દાખલ કરવામાં આવી છે. ઈન્દોરમાં, એડીસીપી રામ સનેહી મિશ્રાએ કહ્યું કે ભાજપના કેટલાક નેતાઓએ મેમોરેન્ડમ આપ્યું છે, જેમાં જણાવ્યું છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી માહિતી મૂકી રહ્યા છે અને તેનાથી તેમના (ભાજપ) નેતાઓની છબી ખરાબ થઈ રહી છે. તપાસ ચાલી રહી છે અને તથ્યોના આધારે કાર્યવાહી કરવામાં આવશે. મેમોરેન્ડમમાં પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ નેતા કમલનાથે પણ તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી હોવાના અહેવાલો વચ્ચે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે હજારો મુદ્દા છે, ભાજપ કેટલા કેસ દાખલ કરશે? જ્યારે ભ્રષ્ટાચાર સામે આવી ગયો છે, ત્યારે તેમની પાસે શું ઉકેલ બચ્યો છે? મધ્યપ્રદેશના મતદારોએ એમપી સીએમ શિવરાજ સિંહને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે.'

ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી શ્રુતકીર્તિ સોમવંશીએ જણાવ્યું કે ઈન્દોર બાદ ભોપાલમાં પણ 50 ટકા કમિશન કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પ્રિયંકા ગાંધી, કમલનાથ, અરુણ યાદવ, જયરામ નરેશ, શોભા ઓઝા અને જ્ઞાનેન્દ્ર અવસ્થી (જેઓ પત્રમાં મધ્યપ્રદેશ સરકાર પર કોન્ટ્રાક્ટર પાસેથી 50 ટકા કમિશન લેવાનો આરોપ લગાવતા હતા)ના સોશિયલ મીડિયા આઈડી સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ભાજપના ભોપાલ જિલ્લા અધ્યક્ષ સુમિત પચૌરીની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી છે, જે આઈપીસીની કલમ 469,500,501 હેઠળ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application