તાજેતરમાં જ ગુજરાત સહિત દેશભરતમાં ગાંધીનગરની ગિફ્ટ સિટી ચર્ચામાં છે, ગિફ્ટી સિટીમાં ગુજરાત સરકારે કેટલાક નિયમોને આધિન દારૂબંધીમાંથી છૂટછાટ આપી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગિફ્ટ સિટીમાં છૂટછાટ અપાયા બાદ આ મુદ્દો ખુબ ચર્ચામાં આવ્યો છે, પરંતુ હવે ફરી એકવાર ગિફ્ટ સિટી ચર્ચામાં આવી છે. કહેવાઇ રહ્યું છે કે, આગામી દિવસોમાં ગાંધીનગર ગિફ્ટ સિટીમાં નેશનલ ફિલ્મ ફેર એવોર્ડ સમારોહ યોજાઇ શકે છે. આ માટે આજે મળનારી ગુજરાત ટૂરિઝમની બેઠકમાં નિર્ણય લેવાઇ શકે છે.
મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટીમાં આગામી દિવસોમાં વિકાસના કાર્યો પુરજોશમાં શરૂ થઇ શકે છે. હાલમાં જ સમાચાર છે કે, આજે ગુજરાત સરકારની ગુજરાત ટૂરિઝમની બેઠક મળવાની છે, આ બેઠકમાં એક મુદ્દો સૌથી વધુ ચર્ચામાં છે, આજની બેઠકમાં ગિફ્ટ સિટીમાં નેશનલ ફિલ્મફેર એવોર્ડ સમારોહ યોજાઇ શકે છે. જો આમ થશે તો હિન્દી ફિલ્મ જગતના સૌથી મોટો કહી શકાય તેવો ફિલ્મફેર એવોર્ડ પહેલીવાર ગુજરાતની ધરતી પર, ગિફ્ટ સિટીમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે, આગામી ૨૮મી જાન્યુઆરીએ ફિલ્મફેર એવોર્ડ યોજવા પૂરજોશમાં તૈયારીઓ પણ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યુ છે, કરોડોનો ખર્ચે ગિફ્ટ સિટીમાં ફિલ્મ ફેર એવોર્ડ યોજાશે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.
ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સ્થાનિક સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન સરળ બનાવશે. ગુજરાતના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વ્યવસાયિકો સાથે વતચીત અને વિચારોના આદાન-પ્રદાન કરવાની તેમજ ફિલ્મ પ્રોડક્શનમાં ન્યુ ટ્રેન્ડ, ટેકનોલોજી અને ટેકનિક્સ વિશે જાણવાની તક મળશે. સલમાન ખાન, કીઆરા અડવાની ઉપરાંત ઘણા બોલીવુડ સેલેબ્સ આપશે દમદાર પરફોર્મન્સ. આ ઈવેન્ટ રાજ્યના કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક વારસા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રદર્શન કરશે, જે ફિલ્મ નિર્માતાઓને ગુજરાતમાં ભવિષ્યના ફિલ્મ પ્રોજેક્ટ્સ માટે બેકડ્રોપ તરીકે ઉપયોગ કરવા માટે આકર્ષિત કરશે. તેના પરિણામે રાજ્યમાં ફિલ્મ નિર્માણ અને રોકાણમાં પણ વધારો થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech