સવારથી જ ઉકળાટ અને ગરમી શરૂ:અનેક સેન્ટરોમાં 40 ડિગ્રી થી વધુ તાપમાન

  • April 14, 2023 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાદળીયું વાતાવરણ સંપૂર્ણપણે વિખેરાઈ ગયું છે. પરંતુ સવારે ભેજવાળા વાતાવરણના કારણે સવારથી જ ગરમી અને ઉકળાટનું પ્રમાણ આજે વધી ગયું છે. ભુજ કેશોદ અમરેલી સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો ફરી 40 ડિગ્રીને પાર કરી ગયો છે.


રાજકોટમાં આજે સવારે ભેજ નું પ્રમાણ 85% રહેવા પામ્યું હતું વેરાવળમાં 91 ભુજમાં 85 દ્વારકામાં 88% ભેજ નોંધાયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે મહત્તમ તાપમાનનો પારો વધશે. જોકે હાલ હીટ વેવની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ ઓડીસા બિહાર સહિત દેશના અનેક રાજ્યોમાં આગામી તારીખ 18 સુધી હિટ વેવ રહેશે એવી ચેતવણી આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application