દેશમાં બોમ્બની નકલી ધમકીના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. દરરોજ કોઈને કોઈ હવાઈ મુસાફરી દરમિયાન બોમ્બની ધમકી મળે છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સંસદમાં સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલા આંકડા અત્યતં ચોંકાવનારા છે. સરકારે કહ્યું છે કે છેલ્લા બે વર્ષમાં ૧૧૦૦થી વધુ બોમ્બની નકલી ધમકીઓ મળી છે.
ગઈકાલે લોકસભામાં માહિતી આપતા ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે ઓગસ્ટ ૨૦૨૨થી ૧૪ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં કુલ ૧૧૪૮ બોમ્બની નકલી ધમકીઓ મળી છે. આ ધમકીઓ કોલ અને મેસેજ દ્રારા આપવામાં આવી છે.
માત્ર વર્ષ ૨૦૨૪માં જ ૧૧ મહિનામાં ૯૯૯ બોમ્બની ધમકીઓ મળી છે. આ ધમકીઓને કારણે ઉડ્ડયનમાં મુશ્કેલી પડી રહી છે અને મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે એકવાર ખતરો આવે તો સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે, જેના કારણે લાઈટ મોડી પડે છે.
સરકારે એ પણ જણાવ્યું કે આ બોમ્બની નકલી ધમકીઓ અંગે શું કાર્યવાહી કરવામાં આવી? જાન્યુઆરી ૨૦૨૪થી અત્યાર સુધીમાં આવા કેસોમાં ૨૫૬ એફઆઈઆર અને ૧૨ ધરપકડ કરવામાં આવી છે. ૧૪ ઓકટોબરથી ૧૪ નવેમ્બર, ૨૦૨૪ વચ્ચે ૧૬૩ એફઆઈઆર નોંધવામાં આવી છે, જે એક પ્રકારનો વધારો છે.
પ્રા માહિતી અનુસાર, સરકારનું માનવું છે કે આ મામલાને લગતા કાયદામાં ફેરફાર કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે સરકાર સરકારી એરક્રાટ (સેટી) નિયમો, ૨૦૨૩ માં ફેરફાર કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોમ્બની નકલી ધમકી આપનારાઓને નો–લાય લિસ્ટમાં સામેલ કરવામાં આવી શકે છે. આ સિવાય સરકાર સુરક્ષા સંબંધિત પગલાંની સતત સમીક્ષા કરી રહી છે અને તેને મજબૂત બનાવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech