↵
નાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
મુળ ભાણવડ ગામની વતની દુર્વા ગાંધી અને મૈત્રી ગાંધીએ અલગ-અલગ તરણ સ્પર્ધામાં ત્રણ-ત્રણ મેડલ જીત્યા.
જામનગરમાં ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત સ્વિમિંગ સ્પર્ધાનું યોજાઈ હતી. જેમાં બે બહેનો અલગ-અલગ કેટેગરીની ત્રણ-ત્રણ સ્પર્ધામાં ભાગ લઈને બંન્નેએ 3-3 મેડલ જીતીને તરણમાં પોતાનુ સ્થાન બનાવીને રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.
ગુજરાત રાજ્ય સરકારનાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલીત ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત જિલ્લાકક્ષાની તરણ સ્પર્ધાઓ યોજાઈ હતી. જામનગર મહાનગર પાલિકા સંચાલિત સ્પોર્ટ કોમ્પલેક્ષમાં આવેલા સ્વીમીંગપુલમાં દરેક વયજૂથ અને કેટેગરીમાં અલગ-અલગ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઈ ખેલ મહાકુંભમાં સહભાગી બન્યા હતા.
મુળ ભાણવડના વતની અને હાલ અભ્યાસ માટે જામનગરમાં રહેતા મૈત્રી ગાંધી અને દુર્વા ગાંધીએ ત્રણ-ત્રણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને જેમાં સારો દેખાવ કરીને બંન્ને બહેનો કુલ 6 મેડલ પોતાને નામ કર્યા છે. અંડર 17ની તરણ સ્પર્ધામાં મૈત્રી ગાંધીએ 100 બટર ફ્લાઈ અને 100 બેક થતા 100 ફીમાં કર્યો ઉત્કૃષ્ટ દેખાવ કરી બે સિલ્વર અને એક બ્રોનજ મેડલ મેળવ્યો હતો. નાની બહેન દુર્વા ગાંધીએ પણ અંડર-14 ની તરણ સ્પર્ધામાં 100 બટર ફ્લાઈ અને 200 આઇએમ થતા 400 ફીસ્ટાઈલમાં કર્યો ઉત્કૃષ્ટ દેખાવ કરી બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવ્યા છે. દુર્વા અને મૈત્રી માતા નિશા હિરેશ ગાંધીએ ઓપન કેટેગરીની તરણ સ્પર્ધામાં 200 આઈએમ બ્રોનજ મેડલ મેળવ્યો હતો. માતાએ એક મેડલ અને બંન્ને દિકરીએ 3-3 મેડલ તરણ સ્પર્ધામાં મેળવ્યા હતા. માતા અને બે પુત્રીએ કુલ 7 મેડલ મેળવીને સ્વીમીંગમાં કમાલ દેખાડી છે. ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત ઝોન કક્ષા અને મહાનગરપાલીકા કક્ષાએ દરેક વયજૂથ અને કેટેગરીમાં વિજેતા થયેલાં ખેલાડીઓ ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ ની રાજ્યકક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેશે. બંને બહેનોએ રાજય કક્ષામાં સારો દેખાવ કરીને રાષ્ટ્રીયકક્ષાએ રમાવા માટેનો ઈચ્છા અને વિશ્વાસ વ્યકત કર્યો છે.
આ અગાઉ દુર્વાએ જામનગરમાં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત જિલ્લા કક્ષાની અંડર ૧૪ કરાટે સ્પર્ધામાં 12 વર્ષની બાળાએ કરાટેમાં ગોલ્ડ મેડલ મેળવી વિજેતા બની હતી. તરણની જેમ કરાટેમાં પણ નિશા હિરેન ગાંધીની સુપુત્રી દુર્વા ગાંધીએ શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યો.
દુર્વા ગાંધી અને મૈત્રી ગાંધીને સ્પોર્ટની વિવિધ રમતો વધુ રૂચિ નાનપણથી રહેલી છે. તેથી કરાટે અને સ્વીમીંગની તાલીમ મેળવીને નિયમિત પ્રેકટીસ કરે છે. ગત વર્ષે જામનગરમાં કરાટેની વિવિધ કેટેગરીને ઓપન ગુજરાતની સ્પર્ધા યોજાઈ હતી.જેમાં બે સગી બહેનોએ પોતાની તાકાત બતાવીને પોતાની કેટેગરીમાં ફાઈટ કરીને ગોલ્ડ મેડલ હાસલ કર્યા હતા. આ વખતે તરણમાં બંન્ને બહેનોએ જોર બતાવ્યુ છે.
મુળ દેવભુમિદ્રારકા જીલ્લાના ભાણવડના વતની બંને બહેનો અભ્યાસ માટે પરીવાર સાથે જામનગરમાં સ્થાઈ થયા. શહેરમાં શિક્ષણની સાથે બંને બહેનોને સાહસીક પ્રવૃતિમાં રસ હોવાથી કરાટેની તાલીમ લેવાનુ શરૂ કર્યુ. મૈત્રી અને દુર્વાના પિતા ઈલેકટ્રોનિક મિડીયા અને ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલ છે.જે બંને પુત્રીના અભ્યાસ માટે શહેરમાં રહેવા આવ્યા.બંને દિકરીઓને અભ્યાસની સાથે સાહસિક પ્રવૃતિ કરવાની ઈચ્છા હોય ત્યારે કરાટેની તાલીમ શરૂ કરાવી. દુર્વા અને મૈત્રી ગાંધીએ સ્વીમીંગ અને કરાટેની નિયમિત પ્રેકટીસ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech