સૂર્યની આકરી ગરમીથી પણ આદિત્ય L-1 પર નહી થાય કોઈ અસર, ખાસ ધાતુઓ માંથી બનાવાયું છે સેટેલાઈટ

  • September 02, 2023 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ સુધીમાં ભારતીય વૈજ્ઞાનિકો સૂર્યનો અભ્યાસ કરવા માટે જમીન પરથી દૂરબીનનો ઉપયોગ કરતા હતા અથવા નાસા, યુરોપિયન સ્પેસ એજન્સીઓના મિશનમાંથી મેળવેલા ડેટા પર આધાર રાખતા હતા, પરંતુ હવે ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે ISRO સૂર્ય પર શોધખોળ હાથ ધરવા જઈ રહ્યું છે. ત્યારે ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન પણ આવી રહ્યો છે કે જો સૂર્ય આટલો ગરમ છે તો આદિત્ય એલ-1 આટલી ગરમી કેવી રીતે સહન કરી શકશે? 

આદિત્ય L-1 સૂર્ય પર લેન્ડ નહી થાય. આદિત્ય એલ-1 સૂર્યના ઘણા લાખ કિલોમીટર નજીક જશે. પરંતુ તે જગ્યાએ પણ આદિત્ય L-1ને અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે. જ્યાં કોઈપણ સામાન્ય ધાતુ સરળતાથી પીગળી જશે. પરંતુ આદિત્ય એલ-1 ખાસ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. જેના કારણે તેને કોઈ નુકસાન નહીં થાય.
​​​​​​​

આદિત્ય એલ-1 એ સૂર્ય પર જવાનું ઈસરોનું પ્રથમ મિશન છે. અગાઉ, નાસા સહિત અન્ય ઘણી અવકાશ એજન્સીઓએ મિશન માટે સૂર્ય પર તેમના અવકાશયાન મોકલ્યા છે. જેમાંથી ઘણા મિશન સફળ પણ થયા છે. અહેવાલો અનુસાર, આદિત્ય એલ-1ને પીએસએલવી રોકેટથી સૂર્ય પર છોડવામાં આવશે. આદિત્ય એલ-1 શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું છે. 

આદિત્ય L-1 ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં હાજર 7 પેલોર્સમાંથી 6 ભારતમાં જ બનેલા છે. તે સૂર્યની નજીક નહીં જાય, પરંતુ લેગ્રેન્જ બિંદુ પર રહેશે અને સૂર્ય પર સંશોધન કરશે. તે કઈ ધાતુથી બનેલી છે તેની માહિતી ISRO દ્વારા આપવામાં આવી નથી. સ્પેસ એજન્સી મિશન સાથે જોડાયેલી ઘણી માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. ઈસરોના આ મિશન પર દરેક દેશવાસીઓની જ નહીં પરંતુ અન્ય દેશોના લોકોની પણ નજર છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો ભારત એકમાત્ર દેશ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application