જનસેવા કેન્દ્રમાં ભૂલ કલેકટર તંત્રની અને ભોગવ્યું સંખ્યાબધ્ધ અરજદારોએ

  • August 10, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહિલા અધિકારીએ ફોર્મમાં સાઈન કરવાની ના પાડી દેતા અરજદારો હેરાન પરેશાન


રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં લાખો રૂપિયાના ખર્ચે ઊભા કરેલા કરવામાં આવેલા જન સેવા કેન્દ્રમાં આજે કલેકટર તંત્રની ભૂલના કારણે સંખ્યાબંધ અરજદારો ભારે હેરાન પરેશાન થઈ ગયા હતા.આખરે ટોચના અધિકારીઓએ તેમાં દખલ કર્યા પછી પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ હતી.



રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ બે દિવસ પહેલા નાયબ મામલતદાર કેટેગરીના સંખ્યાબંધ કર્મચારીઓની બદલી કરી છે. બદલીના આ લિસ્ટમાં જનસેવા કેન્દ્રના નાયબ મામલતદાર સેજલબેન ગઢવીની પણ ટ્રાન્સફર થઈ છે અને તેની જગ્યાએ સુવિધાબેન રાઠોડ મૂકવામાં આવ્યા છે.



સુવિધાબેન રાઠોડે ચાર્જ સંભાળ્યા બાદ રેશનકાર્ડ સહિતની કામગીરી માટે આવતા ફોર્મ અને સોગંદનામામાં સહી કરવાનો ઇનકાર કરતા અરજદારોમાં દેકારો બોલી ગયો હતો. આ સમગ્ર મામલો પુરવઠા વિભાગમાં પહોંચતા એવો જવાબ આપ્યો હતો કે સહી કરવાનો ઓર્ડર મને કરવામાં આવ્યો નથી.


બાદમાં સિનિયર અધિકારીઓએ મહિલા કર્મચારીને સમજાવ્યા હતા અને સહી કરવાનું શરૂ કરતાં અરજદારોએ રાહતનો શ્વાસ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application