જામનગરના નૂતન જીનાલયમાં પરમાત્માનો ગૃહપ્રવેશ: આશરે ૪૦૦ વર્ષ જુની ૧૪ પ્રતિમાઓ સ્વયંભૂ પ્રગટ થઈ હતી

  • May 26, 2023 05:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 જામનગર શહેરમાં આઠ વર્ષ પહેલા સ્વયંભૂ આશરે ૪૦૦ વર્ષ પ્રાચીન શ્રી પાર્શ્ર્વનાથ શ્રી આદિનાથ શ્રી સંભવનાથ આદિ કુલ ૧૪ અલૌકીક પ્રતીમાઓ પ્રગટ થઈ હતી. જે હાલ શ્રી ચોરીવાળા જીનાલયે પરોણા તરીકે પૂજાય છે.


 પ.પૂ. વાત્સલ્યવારીધી પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મહાબલસુરિશ્વરજી મ.સા.ના અશીર્વાદ, તથા પાવન સ્મરણ સાથે પ્રવચન પ્રદિપ વર્તમાન ગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પુણ્યપાલસુરિશ્વરજી મ.સા. તથા પ.પૂ. પન્યાસ પ્રવર શ્રી વૃજસેનજી મ.સા., પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હર્ષશીલસુરિશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમપ્રભસુરિશ્વરજી મ.સા. આદિ આચાર્ય ભગવંતના આશીર્વાદથી સવિતાબેન વિરજીભાઈ પટેલ પરિવાર દ્વારા શત્રુખાના શેરી, શાંતિભૂવન જૈન દેરાસર પાસે શ્રી પાર્શ્વનાથ પ્રભુના શિખરબંધ તીર્થ સ્વરૃપ સંપૂર્ણ સંગેમરમર કલાકારીગીરી સભર ત્રિ-શિખર નૂતન જીનાલયના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ.પૂ. આચાર્ય ભગવંત ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય પુણ્યપાલ સુરિશ્વરજી મ.સા. તથા પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમપ્રભુરિશ્વરજી મ.સા.ના માર્ગદર્શનથી નૂતન જીનાલયનું કામ પૂર્ણતાના આરે છે.


​​​​​​​આ નૂતન જીનાલયમાં પરમાત્માના પ્રવેશનું શુભ મુહૂર્ત રપ-પ-ર૦ર૩ અને ગુરુવાર  નું હતું. જેમાં સવારે ૬-૩૦ કલાકે શ્રી ચોરીવાળા દેરાસરમાં પ્રતિમાની સાથે પ્રસ્થાન થયું હતું. સવારે ૮ વાગ્યે સંક્ષિપ્ત પાટલા પૂજન કરાયું હતું. ૯ વાગ્યે નૂતન જીનાલયમાં પરમાત્માનો ગૃહપ્રવેશ કર્યો હતો તથા સવારે નવકાશીનું આયોજન થયું હતું. આ સમયે જિલ્લા કલેક્ટર બી એ શાહ , જૈન આગેવાન વી.પી.મહેતા, નિલેશ કગથરા,  ભરતભાઈ પટેલ, સિદ્ધાર્થ પટેલ અને સાગર ઝવેરી સહિત નો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application